23-10
ગાંધીનગરમાં રામકથા મેદાનમાં યોજાઈ રહેલા આ નવરાત્રી મહોત્સવના આંગણમાં અયોધ્યા માં નિર્માણાધિન ભવ્ય રામમંદિર ની પ્રતિકૃતિ ઊભી કરવા માં આવી છે તેના અને ભગવાન રામચંદ્રજી ની ચરણ પાદુકા ના દર્શન પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યા હતા.
કેસરિયા ગરબા મહોત્સવ ના આયોજક અને ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, શ્રી કેતન ભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અશોક ભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
ગાંધીનગરના મેયર શ્રી હિતેશ ભાઇ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી રુચિર ભટ્ટ વગેરેએ પણ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.