AMC દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડ અને થલતેજ વોર્ડમાં ગુરૂકુલથી તીર્થનગર સોસાયટી સુધી વ્હાઈટ ટોપીંગ પદ્ધતિથી કોન્ક્રીટ રોડ તૈયાર કરવામાં આવ્યો
મેયરશ્રી કિરીટભાઇ પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યાં
:::::::::::::;
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર ગુરુકુળ પાસે AMC દ્વારા ‘વ્હાઈટ ટોપીંગ’ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કોન્ક્રીટ રોડનું લોકાર્પણ કર્યું હતું.
AMC દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડ અને થલતેજ વોર્ડમાં ગુરૂકુલથી તીર્થનગર સોસાયટી સુધી વ્હાઈટ ટોપીંગ પદ્ધતિથી કોન્ક્રીટ રોડ તૈયાર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારને હરિયાળો લોકસભા મતવિસ્તાર બનાવવાના લક્ષ્યાંક સાથે AMC દ્વારા અનેકવિધ ઇકો ફ્રેન્ડલી પ્રકલ્પો આ મતવિસ્તારમાં અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ લોકાર્પણ પ્રસંગે મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.