આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ, સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
:::::::::::::::
રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે ભગવાન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી
બિપરજોય વાવાઝોડામાં રાજ્ય સરકાર અને પ્રજાજનોએ એક ટીમ થઈને કામ કર્યું
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા.
ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી.
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદના ધારાસભ્યશ્રીઓ પણ સંધ્યા આરતી અને પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું.
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું.
બિપરજોય વાવાઝોડા અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પર આ સંકટ આવ્યું પરંતુ આપણા આગોતરા અને સમયસર ના આયોજન થી ઝીરો કેઝ્યુલિટી સાથે રાજ્યમાંથી આપણે વાવાઝોડા માંથી પાર ઉતર્યા છીએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને શ્રી અમિતભાઇ શાહના સાથ, સહકારથી રાજ્ય સરકાર અને પ્રજાજનોએ આ વાવાઝોડા ની આફત સામે એક ટીમ બનીને કામ કર્યું છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખ પટેલ, કિરીટ સોલંકી, અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીઓ સર્વેશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા , પ્રદીપભાઈ પરમાર, ઇન્ચાર્જ શહેર પોલીસ કમિશ્નરશ્રી પ્રેમવીર સિંહ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.