Breaking News

Default Placeholder

……

યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપતું અપડેટેડ સ્ટાર્ટઅપ્સ પોર્ટલ લોંચ થયું 

…….

સ્ટાર્ટઅપ્સ ઇકો સિસ્ટમને વેગ આપવા ગુજરાત સરકારનું આગવું નજરાણું 

……

સ્ટાર્ટઅપ્સ પોતાના બ્રોશર-ઉત્પાદનોની વિગતો-સિદ્ધિઓ અને સેવાઓ પોર્ટલ પર મૂકી શકશે 

……

ખાનગી ખરીદદારો-રોકાણકારોને સીધા જ સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચવાની સુગમતા થશે 

……

બહુવિધ ભાષાઓમાં પોર્ટલની વિગતોનું એકસેસ ઉપલબ્ધ 

…….

સ્ટાર્ટઅપ્સ માટે સીડ ફંડ-ઇન્વેસ્ટર્સની મદદ-કેપેસિટી બિલ્ડીંગ વધુ સરળતાએ પોર્ટલ પરથી મળશે 

……

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપી ઇઝ ઓફ લિવિંગ વધારવાની દિશામાં વધુ એક પહેલ અપડેટેડ સ્ટાર્ટઅપ્સ ગુજરાત પોર્ટલ લોંચીંગ દ્વારા કરી છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ઉદ્યોગ સાહસિકોની ભૂમિનું ગૌરવ મેળવ્યું છે. 

વડાપ્રધાનશ્રીએ-ર૦૪૭ સુધીમાં વિકસીત ભારતના આપેલા વિઝનને સાકાર કરવા રાજ્યમાં સ્ટાર્ટઅપ્સ ઇકો સિસ્ટમને વધુ ગતિશીલ બનાવીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે. 

તદઅનુસાર, રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સના નવિનત્તમ સંશોધનો અને લેટેસ્ટ ટેક્નોલોજીને વેગ આપી વિવિધ હિતધારકોને એક જ પ્લેટફોર્મ પર એકસાથે લાવવા સ્ટાર્ટઅપ્સ ગુજરાત પોર્ટલનું અપડેટેડ વર્ઝન કાર્યરત કરવામાં આવ્યું છે. 

ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ લોંચ કરેલું આ પોર્ટલ બહુભાષી પોર્ટલ છે. એટલે કે આ પોર્ટલમાં વિવિધ ભાષાઓમાં પોર્ટલ સામગ્રી એકસેસ કરી શકાશે. 

એટલું જ નહિ, આ પોર્ટલ પર સ્ટાર્ટઅપ્સ પોતાના બ્રોશર, સિદ્ધિઓ અને સેવાઓ તથા ઉત્પાદનોની વિગતો પ્રદર્શિત કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. 

આના પરિણામે ખાનગી ખરીદદારો, રોકાણકારો વગેરે સીધા જ સ્ટાર્ટઅપ્સનો સંપર્ક કરી શકશે.

આ પોર્ટલના સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા પોર્ટલ સાથે API જોડાણને કારણે DPIIT દ્વારા માન્ય કોઈપણ સ્ટાર્ટઅપ્સ પોર્ટલ પર અલગથી નોંધણી કરાવ્યા વિના સીધા જ પોર્ટલમાં લોગઇન થઈ શકે છે અને તેની સેવાઓનો લાભ લઈ શકાય છે.

સ્ટાર્ટઅપ્સના સૌથી મહત્વપૂર્ણ પાસાંઓ પૈકી એક એવા ઈન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી IPR તાલીમ/માર્ગદર્શન માટે સુલભતા વધારવા માટે ગુજરાતના તમામ 33 જિલ્લામાં ફેલાયેલા ૧૦૦ થી વધુ પેટન્ટ માહિતી કેન્દ્રોની યાદી પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાંથી સ્ટાર્ટઅપ્સ સંબંધિત માર્ગદર્શન મેળવી શકાય છે.

આ ઉપરાંત, આ પોર્ટલ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેટર્સની વિવિધ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ભાગીદારી, રાજ્ય સરકારના અન્ય વિભાગો દ્વારા સ્ટાર્ટઅપને સમર્થનની અપડેટ પણ આપશે.

આ પોર્ટલમાં ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સફળ સ્ટાર્ટઅપ્સ સ્થાપકો, ઇન્ક્યુબેશન મેનેજર વગેરેના ૩૨૫ થી વધુ માર્ગદર્શકો છે, જેમની પાસે ટેકનિકલ તેમજ બિન-તકનીકી માર્ગદર્શન માટે સ્ટાર્ટઅપ્સ પહોંચી શકે છે. તેમ જ એન્જલ રોકાણકારો, વેન્ચર ફંડ્સ, સી ફંડ વગેરે માટે સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચવા માટે પોર્ટલ એક સક્ષમ પ્લેટફોર્મ તરીકે કાર્યરત રહેશે.

આ પોર્ટલ લોંચીગ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશનરશ્રી રાહુલ ગુપ્તા, ઈન્ડેક્સ-બીના એમ.ડી. સુશ્રી મમતા હિરપરા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: