મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણા થી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે આજે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગ માં સહભાગી થયા હતા**મુખ્યમંત્રીશ્રીની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવ ના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા ઉમટી પડ્યા હતા*.*મુખ્યમંત્રીશ્રી એ પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું*.*શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરી ના પ્રારંભ પૂર્વે સરઢવ ના અંબાજી માતા ,રણછોડ રાય મંદિર સહિત ના મંદિરો માં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતા*.*પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી,ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામના વ્યક્તિ વિશેષ ,નિવૃત ઉચ્ચ અધિકારીઓ,શિક્ષકો ના સન્માન,શાળા નો જન્મ દિવસ,વૃક્ષારોપણ સહિત ના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારી થી આ જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે તેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરઢવ ના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે*.*શ્રી ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવિન આર. ઓ પ્લાન્ટ નું પણ લોકાર્પણ કર્યું હતું*. *મુખ્યમંત્રીશ્રી એ ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતા પૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું*.*મુખ્યમંત્રીશ્રી સાથે આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી,ધારાસભ્ય શંભૂજી ઠાકોર,પૂર્વ મંત્રી વાડીભાઈ પટેલ ,સરપંચશ્રી કિરીટ ભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ , શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા*.
