26-11
આજે ૨૬મી નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ /નિગમ/ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કચેરીના સ્થળે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બંધારણના મૂળભત સિદ્ધાંતો તેમજ આદર્શો અંગે વેબિનાર કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમના ભાગરૂપે માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે માહિતી ખાતાના અધિકારી કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.