મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે સવારે કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના ઓચિંતા જ મહેસાણા જિલ્લા ના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં જઈ પહોંચ્યા હતા.
તેમણે લાભાર્થીઓ ને લાભ સહાય વિતરણ કર્યું હતું અને ગ્રામજનો સાથે વાતચીત કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ની કેન્દ્ર સરકાર ની વિવિધ જનહિત યોજનાઓ તેમજ રાજ્ય સરકાર ની યોજનાઓ ના વ્યાપક લાભ જન જન સુધી પહોંચાડવા આ યાત્રા યોજાઈ રહી છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.