Breaking News

Default Placeholder

મેયર શ્રી ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા સહિત અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી કર્યું ભાવભીનું સ્વાગત
સોમનાથ ખાતે આજથી પ્રારંભ થનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અનુલક્ષીને મદુરાઈ થી સોમનાથ જતી ટ્રેનમાં ૩૦૦ થી વધુ સૌરાષ્ટ્ર તમિલિયન લોકો રાજકોટ રેલવે સ્ટેશન આવી પહોંચતા તેઓનું મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, કલેકટરશ્રી પ્રભવ જોશી સહિતના મહાનુભાવો એ કાઠીયાવાડી પરંપરા મુજબ તેઓને પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે સૌરાષ્ટ્ર તમિલિયન પ્રવાસી લોકો કોચમાંથી બહાર આવીને જુમ્યા હતા. તેમજ ચાની ચૂસ્કી પણ લગાવી હતી.
મદુરાઈ થી ઉપડેલી ખાસ ટ્રેન જ્યારે ગુજરાતમાં પ્રવેશી ત્યારે સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે , અમને ગુજરાતમાં આવી ખૂબ જ આનંદ થયો છે. અમારું ઠેર ઠેર લાગણી પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે . તમિલનાડુ થી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશ ખુશાલ જણાતા હતા.

તેઓની સાથે આવેલ કન્વીનર એ.આર મહાલક્ષ્મી એ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે અમે અમારા વતન સાથે પુનઃ જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે. જ્યારે તમિલનાડુથી આવેલ શિક્ષક કેશવ તેમજ ધંધાથી સતીશ સહિતના લોકો રાજકોટ રેલવે સ્ટેશન એ તેઓને મળેલ માન સન્માનથી ખુબ ખુશ થયા હતા. તેમજ તેમણે આ તકે સૌરાષ્ટ્ર સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો
રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને આવકારવા પૂર્વ મેયર શ્રી રક્ષાબેન બોળીયા, ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ ડોડીયા ,પ્રાંત અધિકારી શ્રી સંદીપ વર્મા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વીપી જાડેજા , રેલ્વેના એડીઆરએમ શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, તેમજ એસીએમ વી ચંદ્રશેખર, મહિલા મોરચાના અગ્રણીઓ તેમજ શહેર ભાજપના અગ્રણીઓ રેલ્વે સ્ટેશન ખાતે પ્રવાસી આમંત્રિતોનું ભાવભીનું નું સ્વાગત કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post