10-10
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં માળવાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલશ્રી ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત શ્રી પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણીનાં ખેતરમાં ગાય આધારિત ખેતીથી પકવેલ ઘઉં, મગ દેશી ગુલાબી લસણ, શિંગતેલ, મગફળી સહિતનાં પાકોનું નિરીક્ષણ કર્યું હતું અને દેશી ગાયના સંરક્ષણ અંગે માહિતીઓ મેળવી હતી.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદન માનવના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કર્યું હતું.
આ તકે તેમની સાથે ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ, નાયબ કલેકટરશ્રી કુસુમબેન પ્રજાપતિ તથા પ્રગતિશીલ ખેડૂતો જોડાયાં હતાં.