કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યુગાન્ડાના હાઇ કમિશનર શ્રીમતી જોયસ દ્વારા આયોજિત રોડ શોમાં ઉપસ્થિત રહી ભારત અને યુગાન્ડા વચ્ચેના વાણિજ્યિક સંબંધો અંગે ફળદાયી ચર્ચાઓ કરી.
તેઓ દ્વારા ગુજરાતમાં યોજવામાં આવેલા રોડ શો માટે ગુજરાત સરકાર વતી તેઓનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી.
ભારતીય અને ગુજરાતી ડાયસ્પોરા ધરાવતો દક્ષિણ આફ્રિકાનો આ દેશ આયાત નિકાસમાં પણ અગત્યનો ભાગ ભજવે છે ત્યારે આગામી સમયમાં યોજાના વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું.