ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ હેઠળ કાર્યરત કેન્દ્ર સરકારને ૯ વર્ષ સેવા,સુશાસન,ગરીબ કલ્યાણના પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી સી. આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી આદરણીય શ્રી પ્રદિપસિંહ વાઘેલાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ તારીખ ૩૦મી મેથી તારીખ ૩૦મી જૂન સુધી “વિશેષ જનસંપર્ક અભિયાન” નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ વલસાડ શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદિર ખાતે ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને વલસાડ વિધાનસભા “અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા” નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ૨૩મી જૂન ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
“અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા”માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી.સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ સંગઠન મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી પ્રદિપસિંહ વાઘેલાજી એ વરચુઅલી તમામ વિધાનસભા બેઠકો ઉપર ઉપસ્થિત સહુ ને આગામી કાર્યક્રમો તેમજ કાર્યશાળા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ તારીખ ૨૫મી જુન થી ૨૭મી જુન સુધી “ઘર ઘર જનસંપર્ક અભિયાન” હેઠળ વિસ્તારક તરીકે કામગીરી કરનાર તમામને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તબક્કે પ્રદેશ સંગઠન, જિલ્લા,તાલુકા,શહેર સંગઠનના હોદ્દેદારો,વિવિધ મોરચાના હોદેદારો,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત ના સભ્યો,વલસાડ નગરપાલિકા ના પૂર્વ સભ્યો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું