ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની
ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને
અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી પર
જનતાએ જે વિશ્વાસ અને પ્રેમ ચૂંટણીમાં દેખાડ્યો છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એટલું જ
નહિ ‘સૌનો સાથ , સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રએ આ સિદ્ધ કરી દેખાડ્યું છે એમ તેમણે
વધુમાં ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રી શ્રીએ વધુમાં કહ્યું કે, દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ
કાર્યરત છે.
આ કાર્યક્રમનું આયોજન તુ હી નામ સેવા સમિતિ, જય હો સંતવાણી ગ્રુપ, મહર્ષિ વાલ્મિકી આશ્રમ અને
સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલા, રાજવી કુટુંબના વડીલ
મુરબ્બીઓ, સંતગણો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા