Breaking News

ગુજરાતનો ગરબો, મણિયારો રાસ, ડાંગી નૃત્ય, રાઠવા નૃત્ય, દાંડિયા રાસ, હુડો, મંજીરા, સીદી ધમાલ લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર

મહારાષ્ટ્રનું લાવણી અને મધ્યપ્રદેશનું બધાઈ, રાજસ્થાનનું કાલબેલિયા, પંજાબનું ભાંગડા, અસમનું બામ્બુ લોકનૃત્ય કર્યું રજૂ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.

ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને ભવ્ય વારસાને પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો થકી ટ્રેડ શોમાં ૧૯૦થી વધુ કલાકારોએ મુલાકાતીઓનું મનોરંજન કર્યું હતું. ટ્રેડ શો જોવા આવેલ મુલાકાતીઓએ પ્રદર્શન જેટલું જ આ લોકનૃત્યોને રસપૂર્વક નિહાળ્યા અને માણ્યા હતા. આ લોકનૃત્યોનો સાથે ઝૂમીને આનંદ મેળવ્યો હતો.

ગુજરાતના પ્રખ્યાત લોકનૃત્ય આદિવાસી મેવાસી નૃત્ય, ડાંગી નૃત્ય, પઢાર નૃત્ય, મણિયારો રાસ, દાંડિયા રાસ, ગરિયા નૃત્ય, સિદ્દી ધમાલ નૃત્ય, હુડો, ટીપણી નૃત્ય, બેડા ગરબા જેવા થકી ટ્રેડ શોમાં અલગ અલગ પોડિયમ પર લોકનૃત્ય કર્યા હતા.

આ ઉપરાંત મહારાષ્ટ્રનું લાવણી, મધ્યપ્રદેશનું બધાઈ, પંજાબનું ભાંગડા, અસમનું બામ્બુ, ગોવાનું પોર્ટુગીઝ, હરિયાણાનું ઘુમર લોકનૃત્ય કરી દેશ – વિદેશમાંથી પધારેલા મુલાકાતીઓને ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિશે પરિચય કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: