આજે અનેક કંપનીઓમાં મહિલા સીઇઓ છે જે લોખો લોકોને રોજગારી પણ આપે છે અને દેશની અન્ય મહિલાઓ માટે અનુકરણીય પણ બની છે
ભારતમાં બિઝનેસ ક્ષેત્રે પ્રભાવશાળી મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા સતત વધતી જાય છે. એક સમય હતો કે જ્યારે એક આંગળીને વેઢે ગણાય એટલી ભારતીય મહિલાઓ બિઝનેસ ક્ષેત્રે જોવા મળતી હતી. આજે અનેક કંપનીઓમાં મહિલા સીઇઓ છે જે લોખો લોકોને રોજગારી પણ આપે છે અને દેશની અન્ય મહિલાઓ માટે અનુકરણીય પણ બની છે. આ મહિલોઆની નેટ વર્થ નોંધ પાત્ર છે અને પુરૃષ પ્રધાન ક્ષેત્રમાં તેમની બોલબાલા વધી છે.
અહીંં ભારતના બિઝનેસ ક્ષેત્રની 8 સૌથી ધનવાન મહિલાઓની યાદી આપી છે તેમના સંધર્ષે તેમને ટોપ પર પહોંચાડ્યા છે. બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા સમાચાર માધ્યમો અવારનવાર ટોચની મહિલાઓની યાદી તૈયાર કરતા હોય છે. અહીં સચરાચરના બિઝનેસ ગૃપે બહાર પાડેલી યાદી છે.
1…નિતા અંબાણી

નેટ વર્થ…83.4 અબજ ડોલર,, રીલાયન્સ ફિમિલીના નીતા અંબાણીની પ્રશંસા થઇ રહી છે. વિશ્વના ટોપ ટેન બિઝનેસ મેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની દેશના દાનવીરોમાં પણ ગણત્રી થાય છે.

2….અનુ આગા…
નેટ વર્થ..1.6 અબજ ડોલર..થર્મેક્સ..Thermex ના ચેર પર્સન બિઝનેસ અને રાજકીય ક્ષેત્રે પણ સન્માનને પાત્ર બન્યા છે. તેમના દાનવીરોમાં પણ તેમની ગણના થાય છે. તે રાજ્યસભામાં નોમિનેટ સભ્ય તરીકે રહી ચૂક્યા છે. તેમને ભારત સરકારે પદ્મ શ્રી થી નવાજ્યાછે.

3…..કિરણ મજમુદાર શો…
નેટ વર્થ…1.9 અબજ ડોલર…બાયોકેામ ફેઇમ કિરણ મજમુદાર શોનું ઉધ્યોગ ક્ષેત્રે અનેકવાર બહુમાન થઇ ચુક્યું છે. 2019ના ફોર્બસ મેગેઝીનમાં તેમને વિશ્વના 68માં પાવરફૂલ મહિલા તરીકે ગણ્યા હતા. બેંગલૂરૃ આઇઆઇએમના તે ભૂતપૂર્વ ચેરપર્સન છે.

4…..સાવિત્રી જીંદાલ….15.3 અબજ ડોલર.. તેમના પતિની અચાનક વિદાય પછી તેણએ દેશના નામાંકીત ગૃપ જીંદાલ ગૃપના ચેરમેન બન્યા હતા.સ્ટીલ, પાવરવગેરે ક્ષેત્રોમાં જીંદાલે મક્કમ પ્રગતિ કરી છે.

5….રેખા ઝુનઝુનવાલા….4.7 અબજ ડોલર
તેમના પતિ રાકેશ ઝુુન ઝુનવાલા શેરબજારના કિંગ કહેવાતા હતા. શેરબજારની નાડ પારખવામાં રાકેશ ઝુનઝુનવાલા જેટલાજ સફળ રાખી ઝુનઝુનવાલા થયા છે. સફળ રોકાણકાર તરીકે તેમની નામના છે. તે કઇ સ્ક્રીપ્ટમાં નાણા રોકે છે તેના પર સૌની નજર હોય છે.

6…ફાલ્ગુની નાયર…2 અબજડોલર
કોરોના કાળમાં તે શેરબજારમાં છવાઇ ગયા હતા. ઇ કોમર્સનો ઉપયોગ કરીને તેમણે બિઝનેસના શિખરો સર કર્યા હતા.તેમને એક સમયે શેરબજારના ક્વિન તરીકે ગણાવાયા હતા. ઓન લાઇન બિઝનેસમાં સફળતા કેવી રીતે મળે તે તેણે શીખવાડ્યું છે.

7….લીના તિવારી…2.6 અબજ ડોલર
લીના ગાંધી તિવારી તરીકે ઓળખાતા ફાર્માસ્યુટીક Pharmaceutical કંપની યુએસવી લિમિટેડના ચેર પર્સન લીના તિવારીની દાનવીર તરીકે પણ ગણના થાય છે. તેમના દાદાએ આ કંપની સ્થાપી હતી. તે એનિમલ લવર છે.

8….દિવ્યા ગોકુલનાથ…2.3 અબજ ડોલર
બાય જૂ….Byjus ના ફાઉ્ન્ડર રવિન્દ્રનાથના પત્નિ અને કો ફાઉન્ડર દિવ્યા ગોકુલનાથે કોરોના કાળમાં ઓનલાિન શિક્ષણ ક્ષેત્રે મફત સવલતો આપીને લોકપ્રિય થયા હતા. શિક્ષણ ક્ષેત્રને આસાન બનાવવામાં તેમનો ફાળો નોંધ પાત્ર છે.