‘સશક્ત દિકરી, સૂપોષિત ગુજરાત’ થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન
**
11-10
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત
ઉપક્રમે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે બાવળા તાલુકાના અટલ
નગરપાલિકા હોલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ તથા પૂર્ણ યોજનાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા
અને બ્લોક કક્ષાએ “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘સશક્ત દિકરી, સૂપોષિત ગુજરાત’ થીમ
આધારિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકારની વર્ષ 2015 થી ચાલતી બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત
સમાજમાંથી લીંગભેદ દૂર થાય અને સમાજમાં દીકરીઓનું રક્ષણ થાય તથા, દીકરીઓના શૈક્ષણિક
સ્તરમાં વધારો થાય તે માટેના જુદા જુદા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે, દીકરી
જન્મને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે જ તારીખ 11 થી 13 ઓકટોબર, 2023
સુધી વિવિધ જગ્યાએ કિશોરી મેળાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ
અંતર્ગત અમદાવાદના બાવળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વિવિધ પ્રકારના
માહિતીદર્શક પોસ્ટર લગાવી લોકોમાં જાગૃતતા ફેલાવવના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.
બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ માટે લોકજાગૃતિ કાર્યક્રમનું અને “કિશોરીઓને તેમના
હક જેવા કે જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય અને દીકરી અને દીકરાના ભેદભાવ
રહિત સમાજની સ્થાપના કરીશું.” પ્રતિજ્ઞા ઉપર સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન પણ કરવામાં આવ્યું
હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, બાવળા તાલુકાના
પદાધિકારીઓ તથા હોદ્દેદારો, મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા ડિસ્ટ્રિક્ટ હબ ફોર
એમપાવરમેન્ટ ઓફ વુમન, અમદાવાદના શ્રી જીતેશભાઈ સોલંકી, શ્રી હેમલબહેન બારોટ, શ્રી
જયેશભાઇ લેઉવા અને 250થી વધારે કિશોરીઓ હાજર રહ્યાં હતા.