નવરાત્રીના પાવન પર્વે દુર્ગાઅષ્ટમીના મંગલમય દિવસે આસ્થા, ભક્તિ અને શક્તિનું કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ તેમજ પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચર માતાજીના માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ઉપરાંત મંદિર માં આઠમ ના યજ્ઞ માં સહભાગી થઈ ધન્યતા અનુભવી. બહુચર માતા આપ સર્વેની દરેક મનોકામના પરિપૂર્ણ કરે તેવી “માઁ”ના શ્રીચરણોમાં હ્રદયપૂર્વકની પ્રાર્થના કરી.
બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય ને બેચરાજીના જનતા દ્વારા વધાવી લીધું છે, જેનાથી બેચરાજી વિકાસના નવા દ્વાર ખુલશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ – દેવાંગ પંડ્યા (શંભુ ભાઈ) સહિત બેચરાજી શહેર અને તાલુકા અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ પ્રબુદ્ધ નાગરિકો તેમ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.