1-8
આજ રોજ બહચરાજી ખાતે શક્તિ પીઠ બહુચરાજી મંદિર માં બહુચર ના દિવ્ય દર્શન કર્યા સાથે જ બહુચરાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ કામગીરી અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ. સાહેબશ્રીએ બહુચરાજી મંદિર તેમજ અન્ય ચાલુ પ્રોજેક્ટ પર ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનો સમિક્ષા કરી અને દિશા નિર્દેશ અને જરૂરી સૂચનો કર્યા.



આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, સચિવ – શ્રી હરીત શુક્લા (પર્યટન, દેવસ્થાનમ મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ), યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન આર આર રાવલ, જીલ્લા કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર ઈન્દ્રજીતસિંહ વાળા, વહીવટદાર શ્રી બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ, જિલ્લાના અધિકારીઓ તેમજ પદાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


