BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ નગરના આરંભમાં પ્રમુખસ્વામી મહારાજનો માળા કરતો હાથ મૂકવામાં આવ્યો છે તેને શતાબ્દી મહોત્સવમાં પ્રતીક તરીકે રાખેલું છે જે દર્શાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજની ભજની શૈલીનો પરિચય કરાવે છે.
પ્રમુખસ્વામી મહારાજે જીવનભર અનેક કાર્યો કર્યા પણ દરેક કર્મમાં ભગવાનની ભક્તિ અને શ્રદ્ધાને પ્રાધાન્ય આપ્યું છે એટલા માટે નગરની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજના માળા ફેરવતા હાથથી કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ એ માળાપ્રધાન મહાત્મા હતા.
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે “આપણાં જીવનમાં જે કંઈ થયું છે , થાય છે અને થવાનું હશે એ બધું માળાના કારણે થાય છે કારણકે આપણે માળા કરીશું તો ભગવાન આપણાં કાર્યમાં ભળશે અને કૃપા કરશે”
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં માળા અને ભજન એ બંનેનું જ મુખ્ય અનુસંધાન રહ્યું છે અને જ્યારે પણ કોઈ હરિભક્ત ને વિઘ્ન આવે ત્યારે હંમેશા આશીર્વાદ આપતા હતા કે ભગવાનને યાદ કરીને રોજ ૨ માળા વધારે કરવી.”
BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. પ્રભુચરણ સ્વામીએ પરાભક્તિના વિરલ ધારક એવા પ્રમુખસ્વામી મહારાજની પરાભક્તિ વિષે જણાવતાં કહ્યું,”
પ્રમુખસ્વામી મહારાજ એ પરાભક્તિના વિરલ ધારક સંત હતા.
આપણાં સત-શાસ્ત્રોમાં બતાવેલા ભક્તિના તમામ લક્ષણો પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં તાદૃશ જોવા મળતા હતા.
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં સુખ-દુઃખ,જય-પરાજય,દિવસ-રાત,માન-અપમાન,સગવડ-અગવડ વગેરે પરિસ્થિતિઓમાં હંમેશા ભગવાન જ પ્રધાન રહ્યા છે.
કેનેડાની પાર્લામેંટ હોય કે યુનાઈટેડ નેશનની ધર્મપરિષદ હોય, દરેક જગ્યાએ પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ હરિકૃષ્ણ મહારાજને જ પ્રથમ યાદ કર્યા છે.
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં ઘણી વાર જોવા મળ્યું છે કે કોઈ મહાનુભાવ કે હરિભક્ત હાર પહેરાવા આવે ત્યારે પહેલા ભગવાનને પહેરાવવાનું કહેતા કારણકે તેમની દરેક ક્રિયામાં ભગવાન જ પ્રધાન રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ આ પૃથ્વી પરથી ક્યારેય ગયા જ નથી કારણકે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર નું તેજ રહેશે ત્યાં સુધી પ્રમુખસ્વામી મહારાજ નું નામ રહેશે કારણકે તેઓ પરાભક્તિ ના મૂર્તિમાન સ્વરૂપ હતા.
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “ભગવાનની મૂર્તિ સિવાય આ દુનિયાના તમામ સુખો નાશવંત છે માટે ભગવાન તરફ વૃત્તિ રાખવી.”
ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝીક્યુટીવ ડિરેકટર શ્રી અનંત ગોએન્કા
“અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને હું બહુ જ ખુશ છું અને વિશેષતઃ શૌચાલય- બાથરૂમ ની સ્વચ્છતા જોઈને હું સ્વચ્છતા વિભાગની ખૂબ જ પ્રશંસા કરું છું”
“ભારત વિશ્વનાં દેશોથી અલગ એટલે છે કે અહી દરેક સ્ત્રીપુરુષ એમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શીશ ઝુકાવે છે અને ભગવાનમાં શ્રદ્ધા એ જ ભારતની આગવી ઓળખ છે.”
ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટી
“આ મહોત્સવનું આયોજન અને નગરની પ્રસ્તુતિ જોયા બાદ પહેલો વિચાર એ આવ્યો કે આટલું મોટુ આયોજન, આ ભવ્ય નગર, આ ભવ્ય આયોજન આ બધું માત્ર સપનામાં જ શક્ય બની શકે તેમ છે અને તેની પાછળ રહેલું કાર્યકરોનો પરિશ્રમ અને સમર્પણ પણ અનોખું છે.
“હું પ્રમુખસ્વામી મહારાજ ને ૨૫ વર્ષ પહેલાં હિરામણી સ્કૂલના ઉદઘાટન વખતે મળ્યો હતો અને ખાત મુહૂર્ત વખતે તેમણે મને ખાડામાં નીચે બોલાવીને એમની સાથે ઈંટ મુકાવડાવી એ મને આજે પણ ઇદમ યાદ છે.
“એમની આંખોનું વહાલ એ મને મારી માતાની આંખોમાં જોવા મળતું હતું”
“એમનું હાસ્ય જોઈને મને મારા માતા પિતા અને ગુરુની યાદ આવે છે અને આજે પણ આંખ બંધ કરું તો પ્રમુખસ્વામી મહારાજનો ચહેરો યાદ આવે છે.”
“હું પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ વખત પગે લાગ્યો હતો આજથી ૨૫ વર્ષ પહેલાં ત્યારે તેમના કમલરૂપી ચરણોમાં થી જે સ્પંદનો ઉત્પન્ન થાય હતા તે આજે પણ યાદ આવે છે મને”
મને કોઈ પણ સંત ને યાદ કરવાનું મન થાય ત્યારે હું પ્રમુખસ્વામી મહારાજ ને પ્રથમ યાદ કરું છું અને છેલ્લા ૨૫ વર્ષથી પ્રમુખસ્વામી મહારાજે આપેલી માળા હું આજે પણ ફેરવું છું.”
ગુજરાત સરકારના પૂર્વ એડવોકેટ જનરલ શ્રી સુરેશ શેલત
“બાળપણમાં ક્રિકેટના સાધન લેવા જતા શાંતિલાલમાંથી આપણને આપણા પ્રાણપ્યારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે અને તેઓ તેમના જીવનથી વિશ્વવિખ્યાત બન્યા છે.
પ્રમુખસ્વામી મહારાજમાં નિષ્કામ , નિર્લોભ, નિ:સ્વાદ,નિસ્નેહ,નિર્માન આ પંચવર્તમાનો જીવનના છેલ્લા શ્વાસ સુધી જોવા મળ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજનાં જીવનમાં અનેક ગુણો હતા જેવા કે સમર્પણ સેવા,વગેરે.
પ્રમુખસ્વામી મહારાજે રાતે ૧૨ વાગે પણ હરિભક્તોના ઘરે પધરામણી કરીને લોકોનાં પ્રશ્ર્નો સાંભળ્યા છે અને સમાધાન કરાવ્યું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય કીધું નથી કે, “મને સમય નથી અત્યારે”.
“હું ખૂબ જ નસીબદાર છું કારણકે ૧૯૬૯માં મેં યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ મારી ગાડીમાં બેઠા હતા.”
“સ્વામીએ નાનામાં નાના માણસોથી લઈને નાનામાં નાના હરિભકતોનું ધ્યાન રાખ્યું છે.”
“પ્રમુખસ્વામી મહારાજનો મોટામાં મોટો ઉપકાર હોય તો તે આપણને તેમના પ્રત્યક્ષ સ્વરૂપ મહંતસ્વામી મહારાજની ભેટ આપી તે છે.”
CA ડૉ ગિરીશ આહુજા, ટેક્સ એક્સપર્ટ અને શિક્ષણવિદ
“હું અનેક જગ્યાએ ગયો છું પણ આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન કરીને મને દિવ્ય જ્યોતિ ની પ્રાપ્તિ થઈ છે.
મેં પ્રમુખસ્વામી મહારાજના દર્શન નથી કર્યા પણ મારું સૌભાગ્ય છે કે આજે મને પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનો મોકો મળ્યો છે
“આ નગર જોઈને હું બહુ જ અચંબિત થઈ ગયો છું અને દિલ્હી અક્ષરધામ ની પ્રતિકૃતિ જોઈને ખૂબ જ અભિભૂત થયો છું”
“અહી નગરમાં આવીને સ્વયંસેવકો ને જોઇને એમનામાં રહેલા સમર્પણભાવ અને સેવાભાવ ને મારા વંદન છે”
“સ્વચ્છ ભારત” જોવું હોય તો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને જોઈ શકાય છે.
“મારી તીવ્ર ઈચ્છા છે કે ભલે હું પ્રમુખસ્વામી મહારાજ ને મળી નથી શક્યો પણ મહંતસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માં હાજર રહ્યું અને ભગવાન તેમને દીર્ઘાયુ અર્પે અને તેમની આંખો અને ચહેરા પરનું તેજ હું ક્યારેય ભૂલી નહિ શકું”
“પુરુષોત્તમભાઈ રૂપાલા – કેન્દ્રીય મંત્રી
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના આયોજનને ગુજરાતમાં સાકાર કરવામાં આવ્યું તે મહંત સ્વામી મહારાજ ની ઉત્કૃષ્ટ ગુરુભક્તિનો નમૂનો છે
પ્રમુખસ્વામી મહારાજે સુખ દુઃખના પ્રસંગોમાં મારા વાંસા માં ધબ્બા માર્યા છે તેને યાદ કરતા આજે પણ હું રોમાંચિત થઈ જઉં છું અને ફૂલદોલ ઉત્સવ માં પણ એમના હાથે રંગાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
પ્રમુખસ્વામી મહારાજ હમેશા મને ટકોર કરતા કે “સંપીને રહેજો” અને સંપનો સંદેશો આપતા.
નર્મદામૈયાના નીર આજે ગુજરાતના ખૂણા ખૂણામાં પહોચ્યા એની પાછળ પ્રમુખસ્વામી મહારાજની અંતર ની પ્રાર્થના અને ભગવાનમાં રહેલી શ્રધ્ધા છે.
આ નગરમાં સેવા આપતા તમામ સ્વયંસેવકોને મારે દંડવતપ્રણામ કરવા છે કારણકે અહીં આવેલા દુનિયા ભરના લોકો જ્યારે પાછા પોતાના વતન જશે ત્યારે દિવ્ય ગુજરાતની ઓળખ લઈને જશે કારણકે પ્રમુખસ્વામી મહારાજ નગર અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના “દિવ્ય ગુજરાત”ના સ્વપનને સાકાર બનાવશે.
“પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં વિશ્વવંદનીય સંત છે.”
“અબુધાબીમાં શેખો વચ્ચે હિન્દુ સંત અને હિન્દુ મંદિરને જોઈને મારી છાતી ગજ ગજ ફૂલે છે”
“મારું ભારત હવે સ્વચ્છતા અભિયાનને વરી ચૂક્યું છે અને એનું ઉત્તમ ઉદાહરણ એ પ્રમુખસ્વામી મહારાજ નગર અને અહીંની સ્વચ્છતા છે”
“પ્રમુખસ્વામી મહારાજ માં જોવા મળતી સરળતા અને દિવ્યતા ઇદમ્ આજે મહંતસ્વામી મહારાજમાં જોવા મળે છે”
વર્તમાન કાળમાં મહંતસ્વામી મહારાજ જેવી વિભૂતિ બિરાજે છે તો તેમના આશીર્વાદથી ભારત મહાસત્તા જરૂર બનશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.
પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરેલ ભણેલા-ગણેલા સાધુ સંતોની સેના એ વર્તમાન ભારત ને ઉત્કૃષ્ટ ભારત બનાવવામાં અતુલ્ય યોગદાન આપશે.
પ્રકૃતિ અને પ્રાણીઓમાંથી જીવનના મૂલ્યો શીખવા મળે એવું આ પ્રથમ નગર છે જે ભવિષ્યની પેઢીને પણ ઉચ્ચ જીવનનાં મૂલ્યો શીખવશે.”
જિયર ઇન્ટેગ્રેટેડ વેદિક એકેડેમી (JIRA) ના શ્રી શ્રી શ્રી ત્રિદંડી ચિન્ના શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામીએ દાસત્વભક્તિની પરાકાષ્ઠારૂપ એવા પ્રમુખસ્વામી મહારાજ વિષે જણાવ્યું,
“આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે.
પ્રમુખસ્વામી મહારાજે એ તેમની સાધુતા અને ભક્તિથી અનેક લોકોને પ્રભાવિત કર્યા છે અને તેઓ એક એવી વિભૂતિ છે જેમને હજાર સંતોનું નિર્માણ કર્યું છે.
પ્રમુખસ્વામી મહારાજ અત્યારે અહી હાજર નથી પરંતુ આપને અંતર મનમાં અખંડ હાજર છે અને તેમનું સાક્ષાત સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આપણી વચ્ચે હાજર છે અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય આધ્યાત્મિક વારસાને આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
યોગીજી મહારાજના દિલ્હી અક્ષરધામના દિવ્ય સંકલ્પ ને પ્રમુખસ્વામી મહારાજે પૂર્ણ કરીને આદર્શ ગુરુભક્તિ દર્શાવી છે.
“ધનુરમાસમાં દિવ્ય સંતોની હાજરીમાં રહેવા મળે એ આશયથી હું આજે આ નગરમાં આવ્યો છું.” “આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સત્વગુણ ની વૃદ્ધિ કરે તેવો મહોત્સવ છે, લોકો ને શાંતિ આપે એવો મહોત્સવ છે”
“આ નગર જોતા લાગે છે કે આ હંગામી ધોરણે માટે બનાવવામાં આવ્યું છે પણ આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ શાશ્વતકાળ માટે બન્યું છે”