Breaking News

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના મન કી બાત ના ૯૯ માં હપ્તા નું જીવંત
પ્રસારણ સાબરકાંઠા જિલ્લાના કાંકણોલ ના ગ્રામ જનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી રવિવારે સવારે કાંકણોલ પહોંચ્યા હતા અને સ્વામી નારાયણ મંદિર માં ગ્રામજનો સાથે બેસીને
વડાપ્રધાન શ્રીના મન કી બાત ના એપિસોડ નું જીવંત પ્રસારણ નિહાળવામાં ગ્રામ જનો સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ને પોતાની સાથે બેસીને મન કી બાત માં સહભાગી થતા જોઈ ને ગ્રામજનો
મુખ્યમંત્રીશ્રી ની સહજતા, મૃદુતા થી ભાવવિભોર થયા હતા અને ભારત માતા ના જયઘોષ થી સ્વાગત કર્યું હતું.


મન કી બાતના આ એપિસોડ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું
જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન, નારીશક્તિ, સ્વચ્છ ઊર્જા, એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા, ૧૭ થી ૩૦ એપ્રિલ
દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર – તમિલ સંગમ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી, કાશ્મીરના
ડોડા જિલ્લામાં થતી લેવેન્ડરના ફૂલની ખેતી, કુપવડામાં માતા શારદાના નવનિર્મિત મંદીર વગેરે વિવિધ વિષયે વિસ્તૃત
વાત કરી હતી.


આ અવસરે સાબરકાંઠા જિલ્લાના સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા,
હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ શિક્ષણમંત્રીશ્રી
જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, મહિલા
અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબા વગેરે રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.


કાંકણોલ ખાતે મન કી બાત નું પ્રસારણ જોવામાં પંચાયત અને ગ્રામ વિકાસ ના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર
દાસ, ગ્રામ વિકાસ કમિશનરશ્રી મિલિન્દ તોરવણે અને સચિવ શ્રી સંદિપ કુમાર સહિત જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા,

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન શાહ , જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા સહિત જિલ્લા વહીવટી તંત્રના
અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: