પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઓન્કો-સર્જન ડૉ. દેવેન્દ્ર પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને કેન્સરની સંભાળ વધારવામાં ડૉ. પટેલના યોગદાનને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“ડૉ. દેવેન્દ્ર પટેલે સ્વાસ્થ્ય માળખાકીય સુવિધાઓ અને કેન્સરની સંભાળને વેગ આપવાના તેમના પ્રયાસોને કારણે અસંખ્ય લોકોનો આદર અને સદ્ભાવના પ્રાપ્ત કરી છે. દવાનું તેમનું ઊંડું જ્ઞાન અને દયાળુ સ્વભાવ હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ “