પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની જૈફ વયે શુક્રવારે નિધન થયું છે. પીએમ નરેન્દ્ર મોદી હીરાબાને કાંધ આપીને પ્રોટોકોલ તોડીને અંતિમયાત્રામાં ગાડીમાં બેઠા હતા. સ્મશાનગૃહમાં પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો હતો. પીએમ મોદીને પોતાની માતા સાથે ઘણો લગાવ હતો.