નવી દિલ્હી, તા.15-08-2022
આજે શ્રી અરબિંદોની જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શ્રી અરબિંદો “તેજસ્વી દિમાગ હતા, જેમની પાસે આપણા રાષ્ટ્ર માટે સ્પષ્ટ વિઝન હતું. શિક્ષણ, બૌદ્ધિક કૌશલ્ય અને બહાદુરી પરનો તેમનો આગ્રહ આપણને પ્રેરણા આપતો રહે છે.”
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“આજે શ્રી અરબિંદોની જયંતી છે. તેઓ એક તેજસ્વી દિમાગ હતા, જેમની પાસે આપણા રાષ્ટ્ર માટે સ્પષ્ટ વિઝન હતું. શિક્ષણ, બૌદ્ધિક પરાક્રમ અને બહાદુરી પરનો તેમનો આગ્રહ આપણને પ્રેરણા આપે છે. પુડુચેરી અને તમિલનાડુમાં તેમની સાથે સંકળાયેલા સ્થળોની મારી મુલાકાતોની કેટલીક તસવીરો શેર કરું છું.”
“#MannKiBaat એપિસોડમાંના એક દરમિયાન, શ્રી અરબિંદોના વિચારોની મહાનતા અને તેઓ આપણને આત્મનિર્ભરતા અને શિક્ષણ વિશે શું શીખવે છે તે પણ પ્રકાશિત કર્યું હતું.”