“જ્યારે અનુભવી સભ્યો બહાર જાય છે, ત્યારે ગૃહને ખોટ લાગે છે”
“ગૃહ સમગ્ર દેશની લાગણીઓ, ભાવના, પીડા અને આનંદને પ્રતિબિંબિત કરે છે”
નવી દિલ્હી, તા. 31-03-2022
ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાના તમામ નિવૃત્ત સદસ્યોના યોગદાનની પ્રશંસા કરી અને તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ નિવૃત્ત થયેલા સભ્યોના અનુભવનું મૂલ્ય નોંધ્યું હતું અને કહ્યું હતું કે તેમની વિદાય સાથે, બાકીના સભ્યોની જવાબદારી વધી જાય છે કારણ કે તેઓએ નિવૃત્ત સભ્યોની વાર્તાને આગળ ધપાવવાની હોય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ગૃહ દેશના તમામ ભાગોની લાગણીઓ, ભાવના, પીડા અને આનંદને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ કહ્યું, એ વાત સાચી છે કે એક સભ્ય તરીકે આપણે ગૃહમાં ઘણું યોગદાન આપીએ છીએ, પરંતુ એ પણ સાચું છે કે ગૃહ પણ આપણને ઘણું બધું આપે છે કારણ કે ગૃહ ભારતના અસંખ્ય રંગીન સમાજના વર્તમાન અને પ્રણાલીઓને અનુભવવાની દરરોજ તક આપે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કદાચ કેટલાક સભ્યો ગૃહમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે પરંતુ તેઓ તેમના સમૃદ્ધ અનુભવને દેશના ખૂણે-ખૂણે લઈ જશે.
પ્રધાનમંત્રીએ એવું પણ સૂચન કર્યું હતું કે સભ્યોએ ભાવિ પેઢીઓ માટે ઉપયોગી સંદર્ભ તરીકે તેમની યાદો લખવી જોઈએ. સભ્યો દેશની દિશાને આકાર આપે છે અને અસર કરે છે, તેમની યાદોનો ઉપયોગ સંસ્થાકીય રીતે દેશના વિકાસ માટે થઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ નિવૃત્ત થઈ રહેલા સભ્યોને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં લોકોને પ્રેરણા આપવા વિનંતી કરી હતી.