
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી અને મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ડૉ. પ્રમોદ સાવંત અને તેમના મંત્રીમંડળને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર ટીમ ગોવાના લોકોને સુશાસન પહોંચાડશે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “@DrPramodPSawant જી અને આજે ગોવામાં શપથ ગ્રહણ કરનારા અન્ય તમામ લોકોને અભિનંદન. મને વિશ્વાસ છે કે આ આખી ટીમ ગોવાના લોકોને સુશાસન પહોંચાડશે અને છેલ્લા એક દાયકામાં કરવામાં આવેલા લોકો તરફી કાર્યને આગળ વધારશે.”