પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં થયેલી એક દુ:ખદ બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાએ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયા પણ મંજૂર કર્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“આંધ્રના ચિત્તૂરમાં એક દુ:ખદ બસ અકસ્માતમાં જાનહાનીથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.
મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશેઃ