10-10
ભુજ મુકામે યોજાયેલ રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ મહિલા રાસ-ગરબા સ્પર્ધામાં અંધજન મંડળ, વિસનગર તૃતીય ક્રમે વિજેતા અંધજન મંડળ, ભુજ અને એન.એ.બી. ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તારીખ : 7-10-2023ના રોજ ભુજ મુકામે પ્રજ્ઞાચક્ષુ બહેનોની રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ.


જેમાં વિસનગર, ઈડર, પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, માધાપર-કચ્છ, માંડવી-કચ્છ, ગાંધીનગર અને અમદાવાદની 13 સંસ્થાઓની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પ્રાચીન અને અર્વાચીન વિભાગમાં કુલ : 26 કૃતિઓ રજૂ કરી હતી. આ રસાકસીપૂર્ણ સ્પર્ધામાં અંધજન મંડળ, વિસનગરની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ અર્વાચીન વિભાગમાં રજૂ કરેલ ‘ફૂલ ગજરો’ ગરબા કૃતિ તૃતીય ક્રમાંકે વિજેતા થતાં ટ્રોફી અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. અંધજન મંડળ, વિસનગરનાં માનદ્દમંત્રી શ્રીમતી હસુમતીબેન હાલારીએ ગરબાની સુંદર તૈયારી કરાવનાર કોરિયોગ્રાફર અને ટીમ મેનેજર કાદરભાઈ મનસુરી અને વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.