:
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર થી તિરંગા રેલીને પ્રસ્થાન કરાવી કહ્યુ હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર થી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા હું મારી જાતને ધન્ય ગણું છું.
આ સંદર્ભમાં તેઓ એ સ્પષ્ટ કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ દેશ માટે બલિદાન આપનારા રાષ્ટ્ર વીરોને યાદ કરવાનો અવસર તો છે જ પરંતુ સાથે સાથે દેશ માટે સમર્પિત થવાનો અવસર છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિકાસયાત્રામાં પણ સહભાગી થવા તેઓએ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ સ્વરાજની સ્થાપના કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સુરાજ્યની સ્થાપના થઈ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી એ તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. પોરબંદરની વિવિધ સંસ્થાઓ જિલ્લા ભાજપ પરિવાર તેમજ વિવિધ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
પોરબંદરના સુદામા ચોક ખાતેથી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પોરબંદરના વિવિધ માર્ગોમાં સહભાગી થઈ પ્રજાજનોને શુભકામના પાઠવી હતી.
ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા એ સંજય સૌને શુભકામના પાઠવતા કહ્યું કે જે રીતે લોટમાં રોટલા વખતે પાણી બધા તત્વોને જકડી રાખે છે તે રીતે રાષ્ટ્રભક્તિ આપણને જકડી રાખે છે. ભારત માતાના જમણા હાથમાં ગુજરાત છે તેમ જણાવીને ગુજરાતના સપૂતોને યાદ કર્યા હતા.
ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના અભિયાનો તેમજ ઘર તિરંગા અભિયાનમાં જોડાયેલા નાગરિકોને શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા ,સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન કારાવદરા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી સરજુભાઈ કારીયા, અગ્રણી શ્રી જીગ્નેશભાઈ કારીયા શ્રી મહેશભાઈ , મહંતોમાં શ્રી ભાનુ પ્રકાશ સ્વામી ,શ્રી વસંત બાવા તેમજ અગ્રણીઓ ને સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત અધિકારીઓમાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી વી કે અડવાણી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા.