માનવ જીવનમાં આત્મિક સત્ય સ્વરૂપ ધાર્મિકતા અને આધ્યાત્મિકતા એ માનવ સંસ્કૃતિની આધાર શિલા
છે, તે સાવ જ સાચું પણ જ્યારે માણસ પોતાના જ દોષો જાણી શકે અને તેનાથી મુક્ત થાય તો સાચી
ધાર્મિકતા છે, જ્યારે ,સાંસારિક જીવનના સુખના મિથ્યાતત્વનું સત્ય સ્વરૂપ ઊડું જ્ઞાન હોવું એ સત્ય
ધર્મનું મધ્યબિંદુ છે, અને આત્મિક સનાતન તત્વનું આંતર ધ્યાન દ્વારા શોધ કરવીએ એમાં સ્થિર થવું
એ સત્ય ધર્મનો સુવર્ણ કળશ છે,
આજની બહિર્મુખી ધર્મની માન્યતાઓ અને પરંપરાગત તેનું આચરણ થવાને ને કારણે જ આજની
બહિર્મુખી ધર્મનું આચરણ કરતી પ્રજા નિરંતર ભય, ભ્રમ, શંકા સંશય વગેરેમાં સ્થિર થયેલી પ્રજા
હોય છે, જેથી સૌથી વધુ દુર્બળ દયનીય દશા ભોગવી રહી છે, તેને કારણે તે માંગણ વૃતિમાં
આજે સ્થિર છે. એમ કહેવામાં આવે છે, કે મગો તે પથરો આપે છે, તેમાં કોઈ ચેતનાજ નથી તે આપે
ક્યાંથી પણ આજે ચાલે છે, ચલતીકા નામ ગાડી તે ગાડી પછી ભલે ને ઉદય ખાડામાં નાખે પણ
તેમાંથી ઉયતરવાની તૈયારી નથી તે આજનું સત્ય છે, એમ કહેવા કરતાં સો ટકા જૂઠ છે, એમ કહેવું
વધારે ઉચિત છે ,આવું કહે તોજ માણસ પાસેથી પોતે લાભ મેળવી શકે અને પોતાનો સ્વાર્થ
સધાય આમ આજનો માણસ અંધ વિશ્વાસ અને અંધ શ્રધ્ધાને કારણે ધર્મને જ પોતાના તારણ હાર
માંની ને જ આજનો માણસ ચાલે છે, પણ પોતાના સત્ય સ્વરૂપ પુરુષાર્થને પોતાનું તારણહાર માનતો
જ નથી ,એમ કહેવા કરતાં આ રીતે જ તેને ચલાવવામાં આવે છે, ,જેથી આખો ધર્મ જ પુરુષાર્થ અને
કર્તૃત્વ કર્મ હીન કરી નાખેલ છે, , જ્યાં આત્મિક સત્ય સ્વરૂપ પુરુષાર્થ છે ,ત્યાંજ ભાગ્ય પણ દોડતું
આવે છે, તે સત્ય હકીકત છે, જો નિષ્ફળતા મળે તો પણ તેમાં સફળતા છુપાયેલ હોય છે, જગતમાં
સત્યનો જ વિજય થાય છે, અસત્યની હાર નિશ્ચિત હોય જ છે,, પણ આજનો માણસ અસત્યનો જ
પૂજારી છે, અને ભાગી આધારિત જીવતો કરી નાખ્યો છે જ્યારે ભાગ્ય આળસુને અસત્યને કદી સાથ
સહકાર આપતું જ નથી તેનાથી તો દૂર જ ભાગે છે ,જ્યાં આત્મિક સત્ય આધારિત પુરુષાર્થ છે ત્યાં જ
ભાગ્ય ઊભું જ હોય છે, ,
આમ અધર્મના પાયા પર ઉભેલું માનવ જીવન કદી પણ જીવનમાં તૃપ્તિ કે સંતૃપ્તિ દાયક બનતું જ
નથી,સત્ય ધર્મ એ પ્યોરલી માણસનો આંતરિક મામલો છે, તેને ટોળાં સાથે કે બીજા કોઈ સાથે જરા
પણ સબંધ નથી, કોઈના સંમોહનમાં સ્થિર થઈને તેને આપણી બુધ્ધિ ગીરો મૂકીને કર્મ કરવું તે અધર્મ
છે, અને ધર્મ એ બાહ્ય દેખાડાનો વિષય નથી, પણ આત્મિક સત્ય સ્વરૂપ થઈને પોતાના જ સત્ય
અનુસાર પોતાની જાતને સ્વભાવને સ્વધર્મને જાણીને આચરવાનો વિષય છે એટલે ,મનની એકાગ્રતા
અને સત્યતા, વાણીની એકાગ્રતા અને સત્યતા, વર્તનમાં એકાગ્રતા અને સત્યતા, નિર્ણયમાં એકાગ્રતા
અને સત્યતા, વ્યવહારમાં એકાગ્રતા અને સત્યતા ઉપાસનામાં એકાગ્રતા અને સત્યતા જો ધારણ કરેલ
હશે તોજ મન સંકલ્પ અને ચિત્ત વિકલ્પતામાંથી મુક્ત થઈને અહકારથી મુક્ત થઈ પદાર્થની પકડથી
મુક્ત થઈને ત્વરિત આત્મિક સત્યમાં સ્થિર થઈ શકશે, એજ પરમ તત્ત્વ પરમાત્માનો અનુભવ છે,
જીવનની સિધ્ધી છે, ,
આવા આત્મિક સત્ય ધર્મના પાંચ પ્રાણ તત્ત્વ છે, જેમાં (1) આત્મિક સત્ય નું શુધ્ધતા પૂર્વકનું
આચરણ,, (2 ) સ્વભાવને જાણીને જીવવું, (3) આંતર અનુષ્ઠા નિયમિત કરવા (4) અનુભવ અને
અનુભૂતિ કરવા માટે મનને અમન કરવું (5) આ રીતે જીવનમાંથી સંતૃપ્તિ પ્રાપ્ત કરવી આ પાંચ
પ્રાણનો આંતર અનુભવ માત્રને માત્ર ધ્યાનની આંતર સાધનાથી જ થાય છે,
માણસને ધાર્મિક શાસ્ત્રો ભણવાની કે સાંભળવાથી કે પથરાને પૂજવાથી સત્ય ધર્મનો લાભ કે તૃપ્તિ
કદાપિ પ્રાપ્ત થાય જ નહીં, આત્મસ્થ અને હ્રદયસ્થ થયા સીવાય આ જગતમાં બીજો કોઈ ઉપાય
જીવનમાંથી તૃપ્તિ પ્રાપ્ત કરવાનો નથી, આત્મિક સત્યથી વધીને કોઈ સત્ય ધર્મ નથી, અને પોતાના
મનને છેતરી ને બનાવીને અસત્ય આચરણથી વધીને કોઈ પાપ કૃત્ય જ નથી, આમ ખરેખર
આત્મિક સત્ય જ સત્ય ધર્મનું મૂળ છે, ,તેને અનુસરો અને પોતાના દોષોને જાણીને તેનાથી મુક્ત
થઈને સાચા ધાર્મિક બનો, કોઇની પાછળની દોડ તે સત્ય ધર્મ નથી , એટલું અંતરથી જાણો, ,
આત્મિક સત્ય ધર્મ આપણાં હ્રદયમાં વસી જઈને, નિરંતર જીવતો રહેવો જોઈએ, અને જીવંત આચરણ
બનવું જોઈએ, માત્ર કંઠસ્ત કરેલા સ્તવનો કે બાહ્ય નીતિનિયમોના સ્વરૂપમાં દેખાવમાં રહેવો જોઈએ
જ નહિ પરંતુ એક આત્મિક સત્ય સ્વરૂપ જ્વલંત આત્મિક શ્રધ્ધાના બળ તરીકે જીવનમાં સદાય જલતો
રહેવો જોઈએ ,આમ ધર્મ એટલે આત્મિક સત્યના અનુસરણની અંતરની તાલાવેલી અને આત્મિક
સત્ય સ્વરૂપ વિવેકી સમભાવ અને સમતા તેમજ આત્રણ તત્વો નીચે ધડાતો સત્ય જીવન વ્યવહાર
અને આચરણ એજ સત્ય ધર્મ છે બાકી હરિૐ ,
પણ આજના લોકોને આત્મિક સત્ય નથી જ જોઈતું, જે પોતાના જ આત્મામાં સ્થિર છે ,પણ રાબેતા
મુજબનું બીજાનું સત્ય અને પોતાની ટેવ અનુસારનું પરંપરા મુજબનું સત્ય જોઈએ છે , આજના કથા
કરો અને સત્સંગોમાં ટોળા ભેગા કરી નાણા પડાવી શાસ્ત્રોની મીઠી મીઠી પાપ પુણ્યની ખોટી વાતો
કરી માણસોને છેતરે છે, ભય ગ્રસ્ત ભ્રમ ગ્રસ્ત બનાવે છે, તે બધુ જ આજનો માણસ સાંખી લે છે,
,તેતો કહે છે મંત્રો દ્વારા છ છોકરા થાય છે, જેમાં એક તો પાછો કુંડલ અને કવચ સાથેનો અને માણસ
હવામાં ઉડીને ડુગરો લઈ આવ્યો આનાથી બીજું જૂઠ બીજું કયું હોય શકે જરા તો તમારી શુધ્ધ
બુધ્ધિનો ઉપયોગ કરો, મારા ભાઈ બહેન તમો પોતેજ પરમાત્મ સ્વરૂપ ચિન્મય છો, પરમાત્માના
સત્ય સ્વરૂપ પુત્ર પુત્રી છો, જરા તો તમારી પોતાની શુધ્ધ બુધ્ધિનો આ બધુ જાણવા ઉપયોગ કરો
અને તમારી બુધ્ધિથી તો કસો અને કસતા તમોને સત્ય લાગેતો જરુંર અનુસરો બાકી કોઈ કહે છે, માંટે
સત્ય માંનો તો નહીં જ , ,
બુધ્ધ ભગવાને સ્પષ્ટ કહ્યું કે હું કહું છું તે તમો સત્ય માની ને ચાલશો જ નહીં મારા વચનોને સત્ય
માનશો નહીં. પણ મારુ કહેવાનું મારા વચનો તમો તમારા શુધ્ધ બુધ્ધીથી શુધ્ધ અંતરથી કસજો અને
તમોને જો તમાંરી શુધ્ધ બુધ્ધિ અને શુધ્ધ મનથી તમોને સત્ય લાગે તોજ તે આચરણમાં મુકશો
અન્યથા ફેકી દેશો જો ફેકી દેશો તો મને ગમશે પણ શુધ્ધ મનથી વિચાર્યા વિના હું તમારાથી મોટો છું
માટે જે કહ્યું તે આચારશો તો હું દુખી થઈશ અને વધુમાં કહ્યું કે તમારા પોતાના સત્ય નું આચરણ એજ
તમારો સત્ય ધર્મ છે,, મારુ સત્ય વિચાર્યા વિના આચરવું તે અધર્મ છે,, એમ કહ્યું છે, એટલે જરાતો
શુધ્ધ બુધ્ધિ થી વિચારો તમારી બુધ્ધિ ગીરો મુકોમાં અને કોઈના પણ સંમોહનમાં આવી જાવ નહીં
એટલું જ કરો એજ સત્ય ધર્મનું અનુસરણ બને છે,, ,
પણ આજના ધર્મના બાહ્ય અર્થ અને , દુન્યવી વિધિ વિધાનો અને નિયમો ધડી નાખેલા છે, તેથી
આજનો માણસ પોતાના આત્મિક સત્યના આધારે કે આધ્યાત્મિક કે તાત્વિક સત્ય સ્વરૂપના આધારે
ચાલતો જ નથી,
ધર્મનું મૂળ ભૂત લક્ષ્ય માણસે પોતાનું જ સ્વ નિરીક્ષણ કરતાં કરત જીવનને ઉન્નત બનાંવવાનું છે ,
ઉત્તમ બનાવનાનું છે, સત્ય સ્વરૂપ બનાવવનું છે, આમ જીવનને સત્યાચરણ સદાચરણ યુક્ત આત્મિક
સત્યના નિયમ બધ્ધ બનાવવાનું છે, આમ આરીતે માણસને સાચા અર્થમાં મનુષ્ય બનાવવાનો છે,
અને તેને પશુત્વ માંથી મુક્ત કરવાનો છે, , આ આજે ધર્મમાં થતું નથી, તેનો અર્થ એ કે તે સત્ય
ધર્મનું આચરણ નથી, , અને સત્ય ધર્મ પણ નથી કારણકે આજનો માણસ પોતાના મનને છેતરે છે
બનાવે છે અને એરીતે જીવે છે તેથી જીવનમાંથી તૃપ્તિ કે સંતૃપ્તિ કે આનંદ ઉપલબ્ધ કરી શકતો
નથી , તે આજનું સત્ય છે , , તત્વચિંતક વી પટેલ