શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ વટવા અમદાવાદ દ્વારા પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા પદયાત્રીઓની સેવામા ભોજનપ્રસાદ દાળ ભાત ,પૂરી શાક ,મોહનથાળ ,ફાળા લાપસી,દહીંવડા ,ફરાળી પુરી ,સૂકી ભાજી , કેરીનો રસ ,આઈસ્ક્રીમ,ભેડ પકોડા,ગોટા,ચણા પુરી,લાઈવ ઢોકળા લીંબુ સરબત રસના વિગેરે અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી હતી તેમજ ઠંડા પીણાની પરબ ,મેડિકલ આયુર્વેદિક દવાઓનો કેમ્પ તથા માલિશકેન્દ્રની સુવિધા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા યત્રાળુઓએ લાભ લીધો હતો એમ મંડળના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ પૂર્વ મ્યુ.કાઉન્સિલર દ્વારા જણાવ્યું છે