હરે કૃષ્ણ મંદિર ભાડજ ના સપ્તમ પાટોત્સવ ની ઉજવવનીના ભાગ રૂપે શાહીબાગ વિસ્તારમાં શુક્રવાર તા.29
એપ્રિલ 2022 ના રોજ ભગવાન શ્રી શ્રી રાધા માધવ ના ભવ્ય રથ યાત્રા નો આયોજન કરવામાં આવ્યો.
ભગવાન
શ્રી શ્રી રાધા માધવ ને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રો થી શણગાર કરવા માં આવ્યા હતા. ભગવાનના વૈભવ તો દ્રશ્ય
જોઈ સર્વે ભક્તો મનમોહિત થઇ ને હરે કૃષ્ણ મહા મંત્ર નું ગાન કરતા હતા.
આ રથ યાત્રા પ્રતિવર્ષ ઉજવવા માં આવે છે પણ કોરોના ના સંક્રમણ ની કારણે છેલ્લા બે વર્ષ થી આ રથ યાત્રા રદ્દ
કરવામાં આવેલી. આટલા વર્ષો પછી જ્યારે રથ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું તો ભાવુકભક્તો માં ખુબ જ
ઉત્સાહ જોવામાં મળ્યો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળી સંપૂર્ણ ઉત્સવ ને
જગમગ કરી રહી હતી. સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકો ને પ્રસાદ
વિતરણ કરવામાં આવ્યું. સ્થાનિક નિવાસીઓએ ભગવાન ની આરતી કરી, તેમને ભિન્ન પ્રકાર ના પુષ્પ,ભોગ
અર્પણ કર્યું હતું. બધા ભક્તોએ ભગવાન શ્રી શ્રી રાધા માધવ ના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાન ના
આશીર્વાદ મેળવ્યા.
આજના ઉત્સવમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિશ્રીઓ
- શ્રી જગનમોહન કૃષ્ણ દસ,અધ્યક્ષ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ
- શ્રી કૈલાશ ઈનાની, સેક્રેટરી, મહેશ્વરી સેવા સમિતિ
- ડા. સુનિલ બોરીસા, સહકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત
- શ્રી હેમરાજ ત્રિવેદી, પ્રેસિડેન્ટ, ગાયત્રી પરિવાર
- શ્રી ગોકુલ સોઢાની, ઉપાધ્યક્ષ, માહેશ્વરી સેવા સમિતિ