Breaking News

*****બીએસએફના જવાનો દ્વારા ગ્રામજનોને સ્પોર્ટ્સ કીટ, વોટર બેગ અને પાણીની ટાંકીનું વિતરણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાઝમ પ્રાથમિક શાળામાં બીએસએફ 194 બટાલીયન દ્વારા નાગરિક
કાર્યવાહી (સિટિઝન એક્શન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગુજરાતના
મહાનિરીક્ષક અને ઇન્સ્પેક્ટર જનરલ શ્રી રવિ ગાંધી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમની અધ્યક્ષતા ગાંધીનગરના ડીઆઈજી શ્રી ભુપેન્દ્રસિંહ, 194 કોર્પ્સ બીએસએફના સીએમઓ
(એસજી) શ્રી સિંધુજા પાંડા, મોર્નિંગ ઓફિસર સેકન્ડ ઇન કમાન્ડ શ્રી અશોકકુમાર ઝા દ્વારા કરવામાં આવી હતી.
બીએસએફ 194 કોર્પ્સ સેકન્ડ ઇન કમાન્ડ ઓફિસર શ્રી સી.બી રામ, કમાન્ડ ઓફિસર શ્રી મહેશ કનૈયાલાલ,
ડેપ્યુટી કમાન્ડન્ટ જનરલ એફજીટી દાંતીવાડા શ્રી અરુણકુમાર શર્મા ની હાજરીમાં ભવ્ય આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઝાઝમ, ફાંગલી, દલડી, બકુત્રા, કિલાણા, મસલી જેવા વિવિધ ગામોના સરપંચો અને શાળાઓના
અધ્યાપકો અને બાળકો ભાગીદાર થયા હતા.


બીએસએફના જવાનો દ્વારા વોલીબોલ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાઝમ, ધોકવારા, જખોત્રા
જેવી વિવિધ ગામોની શાળાઓએ ભાગ લીધો હતો.


આ તમામ ગામોની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને
વિવિધ ગામોના સરપંચો દ્વારા બીએસએફના જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંતે બીએસએફના જવાનોએ ગામના લોકો સાથે વાતચીત કરી નાગરિક જાગૃતિ વિશે અભિગમ કેળવવા અંગેની
માહિતી અર્પણ કરી હતી અને બીએસએફ દ્વારા ગામના લોકોને શાળાઓને વોટરબેગ સ્પોર્ટ્સ કીટ અને પાણીની ટાંકી
આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગામના લોકોએ બીએસએફના જવાનોને સહકાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં બીએસએફના જવાનો, અધિકારીઓ, ગામના સરપંચો, વિવિધ શાળાના આચાર્યો, અધ્યાપકો
અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: