મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારના દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે
ઉપસ્થિત રહીને જૈન સંપ્રદાયને પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દેરાસરમાં કરાયેલા ભગવાનના આંગી શણગારને નિહાળ્યો હતો તેમજ અત્યંત ભક્તિ ભાવ પૂર્વક
દર્શન કર્યાં હતાં. ત્યારબાદ તેઓએ મહારાજ સાહેબનાં આશીર્વાદ લઈને ઉપસ્થિત સૌને પર્યુષણ પર્વની
શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી એ ભગવાનના સુંદર આંગી શણગારને બિરદાવ્યો હતો. આ પ્રસંગે જૈન
શ્રેષ્ઠીઓ અગ્રણીઓ સ્થાનિક નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત જૈન શ્રેષ્ઠીઓ પણ મુખ્ય પ્રધાનના આગમનથી બહુ ઉત્સાહમાં હતા. મુખ્ય પ્રધાને માથું નમાવીને જૈન
ભગવંતોના ાશ્રવાદ લીધા હતા.