Breaking News

ઉચ્ચ – ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, માધ્યમિક-પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડૌર તેમજ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરાશે ઉદધાટન
**
શાળાકક્ષા સહિત વિવિધ ૩૦થી વધુ ટીમોમાં લગભગ ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની સહભાગી થશે: વિજેતા ટીમોને રૂ. ૪૨ લાખના પુરસ્કાર અપાશે

ગુજરાત નોલેજ સોસાયટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ આવતીકાલે તા.૨પમી નવેમ્બરના રોજ સવારે ૯.૦૦ કલાકે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.ઉચ્ચ – ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડૌર અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે ઉદધાટન કાર્યક્રમ યોજાશે. મંત્રી શ્રીઓ આ વેળાએ રાજ્યના વિવિધ સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા વહીવટી કચેરીઓ અને PSU દ્વારા આપવામાં આવતી વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલો વિકસાવવા ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોના ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે.

આ ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં શાળા કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવેલી ૧૦ થી વધુ ટીમો અને સમગ્ર દેશમાંથી રાજ્ય બહારની ૨૦થી વધુ ટીમો સહિત લગભગ ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની લગભગ ૧૮૦ ટીમો ભાગ લેનાર છે. વિજેતા ટીમોને  ૩૦ સેક્ટર-વાઈઝ કેટેગરીમાં કુલ રૂ. ૪૨ લાખના પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે જેમાં શ્રેષ્ઠ “ઓલ ગર્લ્સ ટીમ” પુરસ્કારો અને ‘શ્રેષ્ઠ શાળા કક્ષા’ના ટીમ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

file picture-2022

—————————————————————-

ગુજરાત નોલેજ સોસાયટી (GKS) દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત હેકાથોન એ એક વાર્ષિક કાર્યક્રમ છે. ગુજરાત નોલેજ સોસાયટી (GKS) દ્વારા વર્ષ ૨૦૧૭ થી ચાર હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે હેકાથોનની પાંચમી આવૃત્તિ “ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન 2023” ઓગસ્ટથી નવેમ્બર ૨૦૨૩ દરમિયાન આયોજન કરાયું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે VGGS-2024 પહેલા દેશના સંતુલિત વિકાસ માટે જરૂરી મુખ્ય ક્ષેત્રોને આવરી લેવા પૂર્વ-સમિટ કાર્યક્રમોની શ્રેણીઓનું આયોજન કરવાની યોજના બનાવી છે.

છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હેકાથોનમાં કુલ ૪૭,૦૦૦ વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો છે અને વિવિધ સરકારી વિભાગો,PSU અને નગરપાલિકાઓ તેમજ વિવિધ ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા ૧,૪૧૨ સમસ્યા નિવેદનો પર કામ કર્યું છે. છેલ્લા ૫ વર્ષમાં, કુલ ૯,૫૦૫ નોંધાયેલ ટીમોમાંથી,૧૩૮ ટીમોએ ગ્રાન્ડ ફિનાલે જીતી હતી અને તેમને વિવિધ શ્રેણીઓ હેઠળ રૂ. ૪૭.૨૫ લાખની ઈનામી રકમ આપવામાં આવી હતી.

આ પરંપરાને આગળ વધારતા ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે આ વર્ષે પણ ન્યૂ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન ૨૦૨૩નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ દ્વારા, વિદ્યાર્થીઓને વિવિધ સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા વહીવટી તંત્ર અને DDO કચેરીઓ દ્વારા સૂચવેલા વાસ્તવિક જીવનના પડકારો પર કામ કરવાની તક આપવામાં આવે છે. આ કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિવિધ ઉદ્યોગોને સમાવેષકપણે સશક્ત બનાવવાનો ઉમદા પ્રયાસ છે. આ કાર્યક્રમ દરમિયાન, સંબંધિત સંસ્થા/વિભાગ કે જેમણે પડકારો સૂચવ્યા છે તેઓને તેમના માર્ગદર્શક અને સમીક્ષકો તરીકે આમંત્રિત કરવામાં આવે છે, તેઓ તેમની ટીમ અને માર્ગદર્શકો સાથે વાર્તાલાપ કરશે અને વિવિધ સમસ્યાના નિવેદનોના યોગ્ય ઉકેલો શોધવા માટે વિદ્યાર્થીઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયાસ કરશે.

આ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૪૨ લાખની કિંમતના ૩૦ ક્ષેત્રવાર પુરસ્કારો વિજેતા ટીમોને આપવામાં આવશે જેમાં શ્રેષ્ઠ “ઓલ ગર્લ્સ ટીમ” પુરસ્કારો અને ‘શ્રેષ્ઠ શાળા’ સ્તરની ટીમ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે. આ સાથે સહભાગીઓને રાજ્યના વિવિધ વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા વહીવટીતંત્રો અને PSU, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ વિવિધ સમસ્યાઓ અને પડકારોના શ્રેષ્ઠ સંભવિત ઉકેલો શોધવાની તક સાથે પ્રોટોટાઇપિંગ અને IP વિકસિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે.

ન્યૂ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોનના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન, વિદ્યાર્થીઓ વિવિધ સરકારી વિભાગો, કોર્પોરેશનો, પીએસયુ, જિલ્લા વહીવટી કચેરીઓ અને જિલ્લા વિકાસ કચેરીઓ દ્વારા આપવામાં આવેલા વિવિધ સમસ્યાના નિવેદનો માટે ઉકેલો વિકસાવવાનો પ્રયાસ કરશે, જેવા કે, મચ્છર સંવર્ધન સ્થળોની ઓળખ કરવી, હવા-ગુણવત્તા સૂચકાંકમાં સુધારો કરવા માટે ટેકનોલોજી-આધારિત ઉકેલ, રહેણાંક વિસ્તારો માટે સૂકા-ઘન કચરાનું વ્યવસ્થાપન, વર્તમાન સ્થાન આધારિત જમીન મહેસૂલ સર્વે નંબર શોધક: એક મોબાઇલ એપ, વિવિધ ખનિજોના પરિવહન પર દેખરેખ રાખવા માટે રીઅલ-ટાઇમ સિસ્ટમ, વિવિધ ચેપી રોગો માટે ફિલ્ડ ડાયગ્નોસ્ટિક કિટ્સ વિકસિત કરવી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ મેનેજમેન્ટ પોર્ટલ, વિદ્યાર્થીઓના કોલેજ ટ્રાન્સફર રેકોર્ડ માટેની અરજી, ભૂગર્ભ ધાતુની પાઈપલાઈનોમાં ગેસ લીકેજ શોધવા માટે સ્માર્ટ મિકેનિઝમ,“વન નેશન, વન ચલણ” એપ્લિકેશન માટે ગ્રાહક ફરિયાદ પોર્ટલનો સમાવેશ કરાયો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post