ઓકલેન્ડઃ 21મી તારીખ શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં અમદાવાદના બે યુવાનોનાં મોત થયાં છે.ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં કુટુંબને જાણ કરવામાં આવી છે.
ડૂબી જવાથી મોતની આ ધટનામાં 28 વર્ષના સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષના અંશુલ શાહનું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પીહા બીચ પર ઇમર્જન્સીસેવા સાથે સંકળાયેલી ટીમને કોલ કરાયા હતા. બે યુવાનોને બચાવીનેબહાર કઢાયા હતા. તાત્કાલિક તબીબી સારવાર આપ્યા બાદતેમને મૃત જાહેર કરાયા હતા..ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ ગયેલા સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જ્યારે અંશુલ શાહ નેમ્બરમાં ન્યુઝીલેન્ડ ગયા હતા.ાવિસ્તારમાં છેલ્લા 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી ગયા હતા.
ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને પરત મોકલવા ના પ્રયાસો શરૃ કર્યા છે.