Breaking News

Default Placeholder

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિને ન્યૂ એજ વોટર નહિ ન્યૂ એજ પાવર બનાવવાની ખેવના રાખી છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
……
મૉડલ યુનાઇટેડ નેશન્સ 2.0 વિષય પર યોજાઈ બે દિવસીય કૉન્ફરન્સ
……
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
◆ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે
◆ વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા છે
◆ આ કોન્ફરન્સ ઉન્નત ભારતના નિર્માણમાં ઉદ્દીપક બનશે
◆ યુવા પેઢીનો રાજકારણ તથા વૈશ્વિક પ્રવાહો પ્રત્યે જોવાનો અભિગમ બદલાયો છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઑફ લૉ દ્વારા આયોજિત મોડલ યુનાઇટેડ નેશન્સ 2.0 કૉન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિને ન્યૂ એજ વોટર નહિ ન્યૂ એજ પાવર બનાવવાની ખેવના રાખી છે. યુવાનોની પ્રતિભા વિકસાવવા માટેના મંચ પૂરા પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યુથ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ પણ તેમણે ઉમેર્યું હતું.


મૉડલ યુનાઇટેડ નેશન્સ 2.0 વિષય પર યોજાઈ રહેલી બે દિવસીય કૉન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા છે. યુ.એન જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર વડાપ્રધાનશ્રીની પહેલથી વિશ્વ યોગ દિવસ મનાવવાનું શરૂ થયું અને 2023નું વર્ષ મિલેટ્સ યર તરીકે ઊજવાઈ રહ્યું છે. મહાસત્તાઓ માટે પણ ભારતનો દૃષ્ટિકોણ મહત્ત્વપૂર્ણ બન્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત આજે જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે નામના ધરાવતા આપણા રાજ્યને જી-20ની ૧૫ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે, એ ગૌરવની વાત છે.
છેલ્લાં ૯ વર્ષમાં યુવા પેઢીનો રાજકારણ તથા વૈશ્વિક પ્રવાહો પ્રત્યે જોવાનો અભિગમ બદલાયો છે, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે યુવાનોને વિશ્વના પ્રવર્તમાન પ્રવાહોને સુસંગત અને વધુ સજ્જ બનાવવા આ કોન્ફરન્સ સક્ષમ પ્લેટફોર્મ બની રહેશે તથા આ કોન્ફરન્સ ઉન્નત ભારતના નિર્માણમાં ઉદ્દીપક બનશે એવી આશા છે.
ઉદઘાટન સમારંભમાં નિરમા યુનિવર્સિટીના મોભી શ્રી કરશનભાઈ પટેલ, નિરમા યુનિવર્સિટીના ઉપપ્રમુખ શ્રી કે. કે. પટેલ, ડિરેકટર જનરલ શ્રી અનુપસિંહ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ લૉ ના વડા પ્રો. ડૉ. મધુરી પરીખ ઉપરાંત ફેકલ્ટી મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: