હાલમાં અમેરીકાના પ્રવાસે આવેલ ભારતના વડાપ્રધાન શ્રી નરેદ્ર મોદીજી ની વોશિંગટન ( DC )ખાતે વ્હાઈટ હાઉસ મુલાકાત સમયે વીલીયમ્સબર્ગ,રીચમંડ વીસ્તાર ની ગુજરાતી નારીઓએ ગુજરાતી ગરબાની રમઝટ સાથે તેઓશ્રી ને વધાવ્યા હતા.
જેમાં ઢોલી નીમેષ શેઠ સાથે પિયુષા ગજ્જર,નેહા પરીખ, પાયલ વોરા,ક્રીટા શેઠ,પ્રીયલ સોની, ભાંતી પટેલ, નીલમ આઝાદ, પાર્થવી શાહ, મીત શાહ, જૂલી કાબ્રાલો, હની પટેલ, જેની મહેતા સાથે દીશાંત શાહ સૌએ આ ગરબો રજુ કર્યો હતો… જ્યા ઢોલી નીમેશભાઈ ના ઢોલની રમઝટે શ્રી મોદીજી નું ખાસ ધ્યાન ખેંચ્યુ હતું અને ત્યારે તેઓશ્રી અમેરીકામાં રહેતા ભારતવાસી ઓ ને ખાસ મળવા માટે થોડીક ક્ષણો માટે ઉભા રહ્યા હતા…. હાથ મેળવ્યા અને સેલ્ફી પણ પડાવી…..( માહિતી અને તસ્વિર સૌજન્ય:-કાંતિભાઈ મિસ્ત્રી , કેલિફોર્નિયા )