Breaking News

દિલ્હી, 21/03/23

ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો ઉત્સવ આવતા વર્ષે 15 જાન્યુઆરી, 2024 પછી લગભગ તરત જ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા ભવ્ય મંદિરમાં યોજાશે. આ હેતુથી, 21 માર્ચ, 2023 થી 15 જાન્યુઆરી, 2024 સુધીના 300 દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, દિલ્હીથી એક વિશાળ ભક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

સ્વામી શ્રી બાબા રામદેવજી (પતંજલિ યોગપીઠ, હરિદ્વાર), સ્વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, અયોધ્યા) અને સ્વામી શ્રી ભદ્રેશદાસજી (BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી)ના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત સંતો, મહાત્માઓ, ધર્મગુરુઓ અને વિદ્વાન મહાનુભાવોએ ભાગ લીધો હતો.

સમગ્ર રાષ્ટ્રમાં પરસ્પર સ્નેહ, સૌહાર્દ, અને સંવાદિતા સાથે સમગ્ર રાષ્ટ્રમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પર આદરણીય આ.મ.મ.સ્વામી શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજ, આદરણીય મ.મ.સ્વામી શ્રીપુણ્યાનંદ ગિરીજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીપરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીજ્ઞાનાનંદજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીબાલકાનંદ ગિરિજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીપ્રણવાનંદ સરસ્વતીજી મહારાજ, આદરણીય મ.મ.સ્વામી શ્રી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજ, પૂજ્ય સ્વામી શ્રી ગોપાલશરણદેવાચાર્યજી મહારાજ, પૂજ્ય જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી મહારાજ, મા. શ્રી ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા), મા. શ્રી નૃપેન્દ્ર મિશ્રા (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા), મા. શ્રી આલોક કુમાર (વિશ્વ હિન્દુ પરિષદ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ સંપ્રદાયો – પ્રદેશો – ભાષા – સમુદાયોમાં વિભાજિત રાષ્ટ્રના નૈતિક, ચારિત્ર્ય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સશક્તિકરણ માટે અક્ષરધામ મંદિરના મંચ પર સૌએ એકઠા થઈને સંકલ્પ કર્યો કે શ્રીરામ મંદિરની સ્થાપના પહેલાં લાખો-હજારો ભક્તોએ હનુમાનજીની જેવી ભક્તિ જગાડવા માટે સમર્પિત થવું જોઈએ. આ માટે હનુમાન ચાલીસાનો પાઠ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવો જોઈએ. આ વિશિષ્ટ ભક્તિ દેશભક્તિ, વિશ્વ કલ્યાણ અને ભાઈચારાનું પણ મૂળ હોવાથી, તેની વિધિ આગામી શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા સુધી ચાલુ રાખવામાં આવશે. આ સાથે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત કથા-પ્રવચનો, પુસ્તક-નિબંધ લેખન, સુંદરકાંડ આધારિત કથાઓ, પરિષદો, પરિસંવાદો, સ્પર્ધાઓ વગેરે અનેક પ્રકારની ભક્તિ પ્રવૃત્તિઓ પણ વર્ષભર ચાલુ રહેશે.

મા. શ્રી ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા)એ જણાવ્યું,

“૧૯૮૩-૧૯૮૪ માં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શિબિરમાં  સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે કહ્યું હતું કે ,’દેશ આઝાદ થઈ ગયો છે તો ક્યાં સુધી રામ જન્મભૂમિ પર તાળા લાગેલા રહેશે ?’ મને સ્વ. અશોક સિંઘલ કહેતા કે ‘હું રામમંદિર દ્વારા રાષ્ટ્રમંદિરનું નિર્માણ કરવા ઈચ્છું છું.’ 

રામમંદિરનો માર્ગ સત્યનો માર્ગ છે. કરોડો લોકોએ તેના માટે કષ્ટ સહ્યાં છે. આજે આ સભા અને સંતો મહંતોને જોઈને એ સપનું સાકાર થતું જણાય છે.આજે રામ મંદિરના નિર્માણમાં રૂપમાં રાષ્ટ્રના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે કારણકે દેશના ૩ લાખ ગામડાઓમાંથી ઇંટો(શિલા) પૂજન થઈને અયોધ્યામાં પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો સ્વયંસેવકોએ સતત ૪૨ દિવસ સુધી ઘરે ઘરે જઈને “નિધિ એકત્રીકરણ” કાર્યક્રમ હેઠળ રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કર્યું છે.”

સ્વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, કોષાધ્યક્ષ  અયોધ્યા)એ જણાવ્યું,

“રામમંદિર નિર્માણ અંતર્ગત શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ રામ મંદિર નિર્માણ બાદ સંસારની કોઈ પણ દુષ્ટ શક્તિ મંદિર ને નુકસાન ન પહોંચાડે તે છે અને તે માટે ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ જરૂરી છે અને સમગ્ર દેશમાં હનુમાનજીની અપાર શક્તિનો સંચાર થાય તે આવશ્યક છે કારણકે આ રામમંદિર એ રાષ્ટ્રનું મંદિર છે.

હનુમાનજીનો મહિમા સ્વયં ભગવાન શ્રીરામ ગાય છે. હનુમાન ચાલીસાના પાઠથી દેશમાં શક્તિમય, મંગલમય વાતાવરણ સર્જાશે. “શતકોટી હનુમાન ચાલીસા અભિયાન” દ્વારા સમગ્ર દેશમાં હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવશે જેનાથી સમગ્ર દેશના નાગરિકોમાં હનુમાનજીના ગુણો આવશે અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થશે અને સમાજ સંગઠિત થશે.

આજે આપણે એક સંકલ્પ લઈએ કે ,” રામમંદિર પ્રતિષ્ઠા પહેલા આ હનુમાનચાલીસા ના પાઠ કરીને આપણે ભગવાન શ્રીરામને અનુષ્ઠાન રૂપી અંજલિ આપીશું”

પૂજ્ય જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી મહારાજે જણાવ્યું,

“હું સમગ્ર વિશ્વના જૈન ધર્મગુરુઓને સંદેશો આપવા માગું છું કે ,”જેમ આપણાં ધર્મમાં ભગવાન આદિનાથ અને ભગવાન મહાવીરનું સ્થાન છે તેવું જ ભગવાન શ્રી રામનું સ્થાન પણ જૈન ધર્મમાં છે અને જેટલું માહાત્મ્ય નવકાર મંત્રનું છે એટલું જ માહાત્મ્ય હનુમાનચાલીસાનું છે. ૪ એપ્રિલે ભગવાન મહાવીર જયંતિ છે અને તે શુભ દિવસથી હું પણ હનુમાનચાલીસાનું પઠન શરૂ કરીશ”.

વિશ્વ હિન્દુ પરિષદના શ્રી આલોક કુમારજીએ જણાવ્યું,

“શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો પરંતુ લાખો લોકો નું બલિદાન, ૩ લાખ ઈષ્ટિકારૂપી શિલા પૂજનનું આયોજન , ૧૦ કરોડ પરિવારો તેમજ ૬૫ કરોડ લોકોનું મંદિર નિર્માણ માટે દાન વગેરે યાદ કરીને મને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થશે.

હનુમાનચાલીસાના પાઠ દ્વારા ભારત જરૂર વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરશે.”

આદરણીય સરસ્વતી શ્રી  પ્રણવાનંદ સરસ્વતીજીએ  જણાવ્યું,

“આ આંદોલન જન જન સુધી રામને પહોંચાડવાનું માધ્યમ છે. આ અભિયાન સાથે જોડાઈને હું ગૌરવ અનુભવું છું.  આપણો સંકલ્પ રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ એકતાનો છે.”

સ્વામી શ્રી ભદ્રેશદાસજી (BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી) જણાવ્યું,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: