Breaking News

દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય યોજના- યોજના એક, લાભાર્થિ એક અને ફાયદા અનેક….

કોઠાસૂઝ્માં પી.એચ.ડી થયેલા હંસાબેન ભરવાડ વર્ષે દૂધ ઉત્પાદનમંથી અંદાજે રૂપિયા ૧૮ લાખની

આવક મેળવે છે…

=============================================

હંસાબેન અરજણભાઇ ભરવાડ..તેમના બાયોડેટામાં અભ્યાસની કોલમમાં લખ્યું છે “નિરક્ષર…” પણ
ભલભલા ભણેલાને શરમાવે તેવી તેમની સકોઠાસૂઝ છે…એક અર્થમાં હંસાબેને કોઠાસૂઝમાં “પી.એચ.ડી” કર્યું છે એમ
કહીએ તો પણ ખોટુ નથી જ….
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડી ગામના હંસાબેન ભરવાડ આમ તો સીધુ સાદુ જીવન જીવે
છે પણ તેમના જીવન સાથે વણાયેલા પશુપાલનના વ્યવસાયે તેમને કામ, દામ, નામ એમ બધું જ આપ્યું છે. એક
સમય હતો કે હંસાબેન પાસે એક જ ભેંસ હતી અને તેને રાખવા માટે એક કાચુ છાપરુ હતું.. છાપરામાંથી છાંયડા
કરતા તડકો અને વરસાદ આવે તેવા કાંણા વધારે હતા…મુળ ભરવાડ હતા એટલે સ્વભાવ અને શારીરિક રીતે પણ
ખડતલ.. એટલે મહેનતમાં તો પાછા પડે જ નહી…
હંસાબેન કહે છે કે, “શરૂઆતમાં મારી પાસે એક ભેંસ હતી. એમાં કંઈ પુરુ થતુ નહતુ… પછી પશુપાલન
ખાતાના માર્ગદર્શન અને સહયોગથી ક્રમશ: ગાયની સંખ્યા વધારતા ગયા…આજે મારી પાસે ૨૫ ગાય અને ૩ ભેંસ
છે. વર્ષ ૨૦૧૮-૧૯માં મને પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન યોજના હેઠળ ૧૨
દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાનો લાભ મળ્યો…એક પશુ રાખવાની શરુઆત કરી હાલમાં ૨૫
ગાયો અને ૩ ભેંસો રાખી દૈનિક દુધ ઉત્પાદન મેળવી સારી એવી આવક હું મેળવુ છુ….” એમ તેઓ ઉમેરે છે.
દૂધ દોહવા અને અન્ય પ્રવૃત્તિમાં સહાયરૂપ થતા હંસાબેનના પતો શ્રી અરજણભાઈ ભરવાડ કહે કહ્હે કે, ‘
એક સમય હતો કે અમારે આર્થિક તકલીફ ખુબ હતી. ઘર કેવીરીતે ચલાવવૌ એની મૂઝવણ રહેતી, પણ સરકારની
સહાયત્ર્હી આજે અમે સાધન સંપન્ન બન્યા છીએ…એટલું જ નહી પરંતુ સમાજમાં આજે અમારી આગવી આબરૂ
પણ છે… તેનો સમગ્ર શ્રેય સરકારને અમે આપીએ છીએ…’


અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગના નાયબ નિયામક શ્રી કહે છે કે,“શરૂઆતમાં પશુઓને ખેતરમાં
ખુલ્લા રાખવામાં આવતાં હતા. જેથી પશુઓ માં માંદગીનું પ્રમાણ વધારે જોવા મળતું. જેને કારણે આવક તેમજ
ઉત્પાદન ઉપર અસર થતી હતી. પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન વ્યવસાય માટે ૧૨
દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનામાં હંસાબેનને આવરી લેવાયા છે. હવે હંસાબેન પશુઓને સ્વચ્છ,
કુદરતી વાતાવરણમાં રાખે છે. જેથી પશુઓનું આરોગ્ય સારું રહે છેતેમજ ઉત્પાદનમાં પણ સારી એવી સકારાત્મક
અસર જોવા મળી છે.

આ ઉપરાંત ચાફકટર સહાય યોજના અંતર્ગત ચાફકટર ખરીદ કરી ઘાસચારાનો વધુ પડતો બગાડ અટકાવી
નફાનું ધોરણ ઉંચુ લાવ્યા છે. સાથે સાથે પશુ વીમા સહાય યોજનાનો લાભ પણ તેમને મળ્યો છે. આકસ્મિક પશુ
મરણની ઘટના થકી થતા નાણાંકીય નુકશાનની ભરપાઇ થઇ શકે છે. યોજના અંતર્ગત મિલ્કીંગ મશીનની ખરીદી કરી
ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે…” એમ તેઓ ઉમેરે છે…
હંસાબેન આજે ગાય દીઠ વર્ષે ૧.૫ લાખની આવક દૂધના વેચાણમાંથી મેળવે છે. એટલે વર્ષે અંદાજે રૂ. ૧૮
લાખનીમાતબર આવક મેળવે છે. એટલું જ નહી ૧૨ ગાયના છાણમાંથી પણ આવક મેળવે છે.. એટલે જ “દૂધનું દૂધ
અને છાણનું છાણ…” આને કહેવાય કોઠાસૂઝ… સલામ છે આવા પશુપાલક અને આ યોજનાને પણ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: