કૌશલ્યા ધ સ્કીલ યુનીવર્સિટી, અમદાવાદ ખાતે “રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસ
દ્વારા કારકિર્દી વૃદ્ધિ” વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સ્થાપિત કૌશલ્યા ધ સ્કીલ
યુનીવર્સિટીના ઉપક્રમે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદના કેમ્પસ ખાતે તારીખ: ૨૩/૧૨/૨૦૨૨ના રોજ
“રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે કૌશલ્ય વિકાસ દ્વારા કારકિર્દી વિષય પર એક કાર્યક્રમ વિભાગના અગ્ર સચિવશ્રી ડૉ.
અંજુ શર્માના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમનો ઉદેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં કૌશલ્ય વિકાસ દ્વારા કારકિર્દી ઘડતર સબંધી બાબતો
અંગે હાઇસ્કુલના આચાર્યશ્રીઓને અવગત કરવાનો હતો જે માટે અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના
આચાર્યશ્રીનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્યશ્રીઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સબંધી નવી
જોગવાઈઓથી જાણકાર હોય તો પોતાના વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવી શકે તેમજ વધુ સારી રીતે માર્ગદર્શન આપી
શકે.
![](https://sacharachar.com/wp-content/uploads/2022/12/26-manu-2-1-1024x684.jpg)
કાર્યક્રમનો આરંભ યુનીવર્સિટીના રજીસ્ટ્રારશ્રી એચ. આર. સુથાર દ્વારા સ્વાગત પરિચય અને યુનીવર્સિટી
અંગે માહિતી આપી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડૉ. અંજુ શર્મા દ્વારા આચાર્યશ્રીઓને માહિતી આપતા
જણાવેલ કે આ યુનીવર્સિટી ખાતે વિવિધ સર્ટીફીકેટ, ડીપ્લોમાં, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ચાલે છે
જેની વિશિષ્ટતા છે કે દરેક કોર્ષ ઇન્ટર્નશિપ કે એપ્રેન્ટિસસિપ સાથે જ છે આ યુનીવર્સિટી ખાતે પ્રવેશ મેળવતા દરેક
વિદ્યાર્થીને પ્રવેશના પહેલા જ દિવસથી ઇન્ટર્નશિપ કે એપ્રેન્ટિસસિપ ઓર્ડર પણ આપવામાં આવે છે. વિધાર્થીએ જે
થીયરીનો અભ્યાસ કરવાનો છે તે સબંધી પ્રેક્ટીકલ કાર્ય તે ફિલ્ડમાં જઈ કરી શકે તેવું આયોજન અહીના તમામ કોર્ષમાં
કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ફિલ્ડ એજ્યુકેશન પર ખુબ જ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે આ
યુનીવર્સિટી દ્વારા તેને ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવેલ કે આજના ઉદ્યોગ જગતની માંગ
કૌશલ્ય યુક્ત અને તાલીમબદ્ધ વિધાર્થીઓની છે ત્યારે આ યુનીવર્સિટી જોબ રેડીનેશ વિધાર્થીઓ તૈયાર કરે છે જેથી
અહીના કોઈ પણ વિદ્યાર્થીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કે રોજગારી શોધવા જવું જ નહી પડે. યુનીવર્સિટી
દ્વારા ડ્રોન, સાયન્સ એન્ડ મેનીફેક્ચરીંગ, સર્વિસીસ, કમ્પ્યુટીંગ, ફાયનાન્સ એન્ડ મેનેજમેન્ટ અને લિબરલ આર્ટસ
સબંધી ૬ (છ) સ્કુલ કાર્યરત કરવામાં આવી છે જેમાં સર્ટીફીકેટ, ડીપ્લોમાં, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના
અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. તેમણે વધુમાં જણાવેલ કે યુનીવર્સિટી દ્વારા ઉદ્યોગ જગતની માંગને અનુરૂપ
અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે અને અભ્યાસક્રમ તૈયાર કરવા માટેની સમિતિમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને
પણ સમાવવામાં આવે છે.
યુનીવર્સિટી દ્વારા ડ્રોન જેવા આધુનિક વિષયમાં ડ્રોન પાયલોટીંગ, મેન્યુફેકચરીંગ, સર્વિસીસ અને
એસેમ્બલીગ જેવા કોર્ષ પણ ચલાવવામાં આવે છે અને આ યુનીવર્સિટી ભારત સરકારના DGCA દ્વારા ડ્રોન
ફલાથિંગની તાલીમ આપતી દેશની એકમાત્ર યુનીવર્સિટી તરીકે સ્થાપિત થઇ છે. આ યુનીવર્સિટી સરકાર દ્વારા
સંચાલિત હોઈ સમાજના દરેક વર્ગને પરવડે તેવી સામાન્ય ફી દ્વારા વિવિધ કોર્ષ ચલાવવામાં આવે છે અને અહીં
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારશ્રીની તમામ સ્કોલરશીપના લાભ પણ મળવા પાત્ર છે તેમ જણાવેલ છે.
આ પ્રસંગે સ્કુલ ઓફ ડ્રોનના વડા શ્રી પંકજ મિસ્ત્રી દ્વારા આવનારા સમયમાં ડ્રોનની ઉપયોગીતા અને માંગ
વિષે જાણકારી આપી હતી. ગુજરાતમાં જ ડ્રોન બનાવવાની લેબોરેટરી શરુ થનાર છે તેમ જણાવેલ. આ ઉપરાંત ડ્રોન
ટેકનોલોજી સબંધી ડેટા એનાલિસિસ સબંધી કોર્ષ અંગે માહિતી આપી હતી.
યુનીવર્સિટીના એકેડેમિક ડાયરેક્ટર ડૉ. જીજ્ઞેશ ટાપરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યુનીવર્સિટીના
કોર્ષ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ, ક્રેડીટ
ટ્રાન્સફર, મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝટ, એપ્રેન્ટિસશીપ, ઇન્ટર્નશીપ, તેમજ ઓન જોબ ટ્રેનીંગ જેવી અનેક
વિશેષતાઓનો લાભ આપનાર રાજ્યની પ્રથમ યુનીવર્સિટી છે.
આ પ્રંસગે યુનીવર્સિટી સાથે સંલગ્ન જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ નોલેજ પાર્ટનર દ્વારા પોતાના
અભ્યાસક્રમ સબંધી જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનીવર્સિટીના સમગ્ર સ્ટાફ
દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.