ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે, રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ (HHT) ઉપકરણો પ્રદાન કરવામાં આવ્યા છે. આ ઉપકરણનો ઉપયોગ ચાલતી ટ્રેનોમાં આરક્ષિત ટિકિટ તપાસવા અને અન્ય મુસાફરોને ખાલી બેઠકો ફાળવવા માટે થાય છે.
વધુ વિગતો આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના એ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાંથી શરૂ થતી 25 ટ્રેનો અને ડિવિઝનમાંથી પસાર થતી 45 ટ્રેનો, જેમાં ટિકિટ ચેકિંગની જવાબદારી રાજકોટ ડિવિઝનની છે, તે બધી ટ્રેનોં માં ટીટીઇ દ્વારા HHT ઉપકરણનો ઉપયોગ થઈ રહ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનને 122 HHT ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે. આ સાધનો ચલાવવા માટે ટિકિટ ચેકિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ટર્મિનલ ઇક્વિપમેન્ટનો પ્રથમ ઉપયોગ 17 જુલાઈ, 2022 ના રોજ ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસમાં થયો હતો. ડિજિટલ થઈ રહી ભારતીય રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ હવે ભૂતકાળ બની જશે.
*****
સુનિલ કુમાર મીના,
સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.
0281-2458262