
ડલાસ, તારીખઃ 4
May 4 ના રોજ Dallas મા આવેલી VYO શ્રીનાથધામ હવેલી, કોપેલ માં ખુબ જ ધામધૂમ થી શ્રી મહાપ્રભુજી ના 547 પ્રાગટ્ય ઉત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરી.
પ્રોગ્રામની શરૂઆતમાં વૈષ્ણવોએ નિત્ય ના પાઠ કરી ઢોલ નગારા, વાજિંત્ર સાથે શ્રીમહાપ્રભુજી નો જય ઘોષ અને કીર્તન કરતા મંદિર ના પ્રાંગણ માં શ્રીમહાપ્રભુજી ની ભવ્ય શોભાયાત્રા નો રાસ ગરબા સાથે આનંદ લીધો.



ત્યારબાદ VYOEducation ના બાળકો, adults તથા seniors ના dance performance નો આનંદ લીધો હતો. સાથે સાથે FunAsia ના નિલમબેન દવે દ્વારા શ્રી મહાપ્રભુજી ના ઘોળ પદ ગાન નો અનેરો આનંદ લીધો. સાથે સાથે દરેક પરફોર્મર્સ નું સર્ટિફિકેટ આપી બહુમાન કર્યુ.


ત્યારબાદ પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી એ વચનામૃત દ્વારા “શ્રી શ્રીમહાપ્રભુજી ના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવીક સ્વરૂપ” નું સુંદર રીતે વર્ણન કરી વૈષ્ણવોને “શ્રી શ્રીમહાપ્રભુજી ના અલૌકિક સ્વરૂપ” ના દર્શન કરાવ્યા. ખુબ જ મોટી સંખ્યા માં વૈષ્ણવો ભેગા થઈ મહામહોત્સવ નો અનેરો આનંદ માણ્યો.