ગુજરાતના ગૌરવસમા સૂર્યમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પ્રતિનિધિશ્રીઓ સાથે જોડાયા
00000
જી- ૨૦ના પ્રતિનિધિશ્રીઓ મોઢેરા સૂર્યમંદિરના શિલ્પ સ્થાપત્ય અને કલા તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શો – સાંસ્કૃતિક કાર્યક્રમથી પ્રભાવિત
000000
જી-૨૦ દ્વિતીય એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ (ઇટીડબલ્યુજી)ના પ્રતિનિધિશ્રીઓએ મોઢેરા સુર્યમંદિર અને સુજાનપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી
00000
સૂર્યમંદિરના ખગોળીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્વથી સૌ અભિભૂત થયા.
00000
મહેસાણા, 3જી એપ્રિલ 2023
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસો થી ભારત ની પ્રેસિડનસી માં જી -20 ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જેનાથી ભારતને ગૌરવ પ્રદાન થયું છે. જે અંતર્ગત 2 થી 4 એપ્રિલ દરમિયાન ગાંધીનગરમાં યોજાઇ રહેલ બીજી એનર્જી વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિશ્રીઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.
મોઢેરા સૂર્યમંદિર ની મુલાકાત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
ભારતનાં જી-20 અધ્યક્ષ પદ હેઠળ દ્વિતીય એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ (ઇટીડબલ્યુજી) સમિટમાં ગાંધીનગર ખાતે પધારેલા પ્રતિનિધિશ્રીઓએ મોઢેરા સુર્યમંદિરની મુલાકાત લીધી હતી.
જી20ના સભ્ય દેશો, વિશેષ આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઇએ), એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશન (યુએનઇએસકેએપી), યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા (ઇઆરઆઇએ), ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઇએસએ) સહિતનાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના 66 પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સુર્યમંદિરની મુલાકાત મા લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં તેના શિલ્પ સ્થાપત્ય અને કલાથી અભિભૂત થયા હતા. જેમાં જી-20 ના પ્રતિનધિઓ ને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
પ્રતિનિધિશ્રીઓને સૂર્યમંદિરના ખગોલીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્વથી સૌ અભિભૂત થયા.
સૂર્ય મંદિર કર્કવૃત રેખા ઉપર 23.35 અક્ષાંશ પર સ્થિત છે. અહીં 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે જ્યારે દિવસના રાત્રે બંને સરખા હોય એ દિવસોમાં સૂર્યોદય સમયે સૂર્યનું કિરણ પૂર્વ દિશામાં થી સીધું ગર્ભ ગૃહમાં પ્રવેશે છે.બંધાયેલ 52 સ્તંભ જે વર્ષના 52 અઠવાડિયા દર્શાવે છે. તેમજ બાર માસ પ્રમાણે સૂર્યની બાર મૂર્તિઓ પણ છે.
આ પ્રતિનિધિશ્રીઓએ મોઢેરા સુર્યમંદિર અને સુજાનપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી. સૂર્ય ઉર્જા ઉત્પાદન અને બચાવ ક્ષમતા તેમજ તેના વિવિધ કુદરતી સોર્સ અંગે પણ તેઓ માહિતગાર થયા હતા.
લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં ઉપયોગીતા તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વિડીયો થી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા
આ પ્રસંગે મંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ માં ઊર્જા અને નાણાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ,ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ,સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય સર્વેશ્રી કીરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર,મુકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી, અગ્રણી રજનીકાંત પટેલ,અગ્રણી સર્વશ્રી ગીરીશભાઇ રાજગોર,બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી સોનલબેન પટેલ,મોઢેરાના સરપંચ શ્રીમતી જતનબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓમાં
મુખ્ય સચિવશ્રી રાજકુમાર, હાયર એન્ડ ટેકનીકલ એજ્યુકેશનના અગ્ર સચિવશ્રી એસ.જે હૈદર,ઇકોનોમીક્સ અફેરના અગ્રસચિવશ્રી મોના ખંધાર,એનર્જી એન્ડ પેટ્રોકેમિકલસ ડિપાર્ટમેન્ટના અગ્રસચિવશ્રી મમતા વર્મા,પાણી પુરવઠાના અગ્ર સચિવશ્રી ધનંજ્ય દ્રિવેદી,પ્રવાસન નિગમના સચિવ શ્રી હારીત શુક્લા,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી જયપ્રકાશ શિવહરે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ના ડાયરેકટર વહીવટશ્રી રવિશંકર,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના ડાયરેકટર ટેકનીકલ શ્રી એચ.પી.કોઠારી,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના લી. નાણાંના ડાયરેકટરશ્રી કે.પી.જાનગીડ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રના સચિવશ્રી સહિત અન્ય ઉચ્ચસ્તરીય અધિકારીઓમાં
મિનિસ્ટ્રી ઓફ પાવરના સચિવશ્રી આલોકકુમાર,મીનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જીના સચિવશ્રી ભુપિન્દરસિંઘ ભલ્લા, એડવાઇઝરી એનર્જીના શ્રી રાજનાથ રામ,પી.એફ.સીના શ્રીરવિન્દ્રસિંઘ ધિલ્લોન,આઇ.એસ.એના ડીજીશ્રી અજય માથુર,બી.ઇ.ઇના ડીજીશ્રી અભય બાકરે,મિનીસ્ટ્રી ઓફ પાવરના એ.એસ શ્રી અજય તિવારી, મિનીસ્ટ્રી ઓફ પાવરના ડાયરેકટરશ્રી સુમન ચેટરજી,એમ.એન.આર.ઇના જોઇન્ટ સેક્ટેરી શ્રી દિનેશ જાગદલે,એમ.એન.આર.ઇના જોઇન્ટ સેક્રેટરશ્રી અજય યાદવ.એમ.એન.આર.ઇના ડાયરેકટરશ્રી અનંત કુમાર,એમ.એન.આર.ઇના સાયટીન્સશ્રી સંજય કારંધર.એમ.એન.આર.ઇના સાયટીન્ટશ્રી પ્રશાંત દ્રિવેદી, એમ.ઓ.સીના ડી.એસ.ડી શ્રી દર્શન સોલંકી,એમ.ઓ.સીના મેનેજરશ્રી એસ.કે.ભવારીયા,માઇન્સના ડી.એસ શ્રી આલોક કુમાર, સી.ઇ.એના સી.ઇ શ્રી વિજય મેઘાણી,ગુજરાત એનર્જી રીસર્ચ એન્ડ મેનેજ્મેન્ટ ઈન્સ્ટીટ્યુટ ગાંધીનગરના હેડ શ્રી કૌશિક પટેલ , સોનાલી પ્રિયદર્શી, શ્રી ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા
મહેસાણા જિલ્લાના અધિકારીઓમાં મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટરશ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, કડી પ્રાન્ત અધિકારીશ્રી એસ. ડી. પટેલ, બેચરાજી મામલતદાર શ્રી જેનીશ પાંડવ તેમજ સંબધિત અધિકારીશ્રીઓ,વીજ કંપનીના અધિકારીશ્રીઓ, જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ,ઇન્ડેક્ષ-બીના અધિકારીશ્રીઓ તેમજ કર્મયોગીઓ અનેજી-20ની બીજી એનર્જી વર્કિગ ગ્રુપ મીટીંગના પ્રતિનિધિઓ ઊપસ્થિત રહ્યા હતા…..