Breaking News

જળ સંપત્તિ મંત્રીશ્રીએ પંજાબના લુધિયાણા ખાતે અગ્રણી કંપનીઓની રૂબરૂ મુલાકાત કરી
………………………..
મંત્રીશ્રીએ સ્થાનિક ઉદ્યોગકારો – રોકાણકારો સાથે ગુજરાતમાં રોકાણ સંદર્ભે બેઠકો યોજી

‘૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪’ અંતગર્ત યોજાનાર રોડ શો પૂર્વે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને ગુજરાતનું ડેલિગેશન આજે પંજાબના લુધિયાણા શહેરના પ્રવાસે છે. લુધિયાણા સ્થિત વિવિધ કંપનીઓના ચેરમેન અને એમ.ડી.એ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇની આગેવાનીમાં ડેલિગેશને આજે લુધિયાણા ખાતે ગંગા એક્રોવુલસ લિમિટેડ તેમજ ઍવોન સાયકલ્સ લિમિટેડ કંપનીની રૂબરૂ મુલાકાત કરીને વિવિધ ઉત્પાદનોની વિગતો મેળવી હતી.


મુલાકાત દરમિયાન જળ સંપત્તિ મંત્રીશ્રીએ ગંગા એક્રોવુલસ લિમિટેડના પ્રમુખ શ્રી અમિત થાપર, મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રવિનદર‌ વર્મા તેમજ ઍવોન સાયકલ્સ લિમિટેડના ચેરમેન- મેનેજીંગ ડિરેક્ટર શ્રી ઓનકાર સિંહ પાહવા તથા જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર શ્રી રિશી નાહવા સહિત કંપનીના હોદેદારો સાથે બેઠક યોજીને ગુજરાતમાં આ ક્ષેત્રે રોકાણની તકો અંગે માહિતી મેળવી હતી. જળ સંપત્તિ મંત્રીશ્રીએ આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં યોજાનાર ‘૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪’માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.


વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશભરના રોકાણકારો ગુજરાતમાં વધુ રોકાણ કરે તે હેતુથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં આવતીકાલે તા.૧૨ ઓક્ટોબરે ચંદીગઢ ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ અંતર્ગત ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શો દરમિયાન વાયબ્રન્ટ ગુજરાતની પ્રમોશનલ ફિલ્મની સાથે SIR ધોલેરા તેમજ ગિફ્ટ સિટી-ગાંધીનગરની વિવિધ ફિલ્મો દર્શાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૩માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેની સફળતાના પરિણામે આજે ગુજરાત દેશભરમાં રોકાણ માટેનું ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે. આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાતના સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશભરના રોકાણકારો ગુજરાતમાં વધુ રોકાણ કરે તે હેતુથી મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યોશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોમાં રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: