Breaking News

Default Placeholder

રાજ્યના ગામેગામ અને છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા સરકાર સતત પ્રયત્નશીલ : મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે જલ જીવન મિશન અંતર્ગત ‘હર ઘર, નલ સે જલ’ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે : મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશન અને ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા જલ જીવન મિશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

‘હર ઘર જલ, જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

12-7

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશન અને ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા ‘હર ઘર જલ, જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા જલજીવન મિશન સેમિનારમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ઉદબોધન કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વમાં આજે જલ જીવન મિશન અંતર્ગત ‘હર ઘર, નલ સે જલ’ સૂત્રને સાર્થક કરતાં દેશમાં ઘેર ઘેર શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં યોગ્ય આયોજનપૂર્વકની કામગીરી કરવામાં આવી છે. રાજ્ય સરકારનો જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ પણ રાજ્યના ગામેગામ અને છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

વધુમાં વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશન સાથે સંકળાયેલા તમામ નાના મોટા કોન્ટ્રાકટરો અને અન્ય લોકોનો જલ જીવન મિશનને સાર્થક બનાવવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. ભૂતકાળમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ખૂબ જ વિસંગતતાઓ હતી, તથા નાણાકીય જોગવાઈઓ વગેરેમાં પણ સમસ્યાઓ હતી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ચોક્કસ દિશામાં આયોજનપૂર્વકના કાર્યો અને યોજનાઓના અમલીકરણ દ્વારા ગામેગામ સુધી પીવાના પાણી પહોચાડ્યા અને આજે પણ દેશમાં આ ક્ષેત્રે કામગીરી ચાલુ જ છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ તકે મંત્રીશ્રી દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશનના કોન્ટ્રાકટરોના પ્રશ્નો અને સમસ્યાઓનું ચર્ચા-વિચારણા દ્વારા યોગ્ય સમાધાન લાવવા અંગે બાહેંધરી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશનના હોદ્દેદારો, કોન્ટ્રાકટરો અને સભ્યો, ઇલેક્ટ્રોથર્મ કંપનીના એમડી શૈલેષ ભંડારી અને ડાયરેકટર સૂરજ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post