
ગુરુકુળ સીનીયર સીટીજનની પીકનીક અને મધર ડે ની ઉજવણી ગારલેન્ડ પાર્કમાં રાખવામાં આવી. પ્રમુખ શ્રી માધુભાઈ પટેલે હાજર સર્વેને આવકારી આભાર માન્યો. આખી જિંદગી કુટુંબ અને સમાજ માટે સખત પરિશ્રમ કરી જીવવાના છેલ્લા તબક્કામાં એકલા પડી ગયેલા સિનિયરો માટે માધુભાઈ પટેલ અને કારોબારી ટીમ માસિક આયોજન કરી આનંદ, ઉત્સાહ અને સ્ફૂર્તિમય વાતાવરણ પાડવા વિવિધ કાર્યક્રમો કરે છે એના ભાગ રૂપે બે પોતાના વિશષ્ટ ધંધા સાથે સંકળાયેલા તજજ્ઞો શ્રી રાજ ચૌધરી અને ઋષિ શાહીવાલાને આમંત્રણ આપેલ. તેઓ નું સ્વાગત સુભાસભાઈ શાહ અને મનસુખભાઇ પાનસુરીયાએ પુસ્પ ગુચ્છ અને મીઠાઈનું બોક્સ આપીને કર્યું.


શ્રી રાજ ચૌધરી હેલ્થના બિઝનેસ સાથે જોડાયેલ છે અને તેઓ એવી લેબ ચલાવે છે કે વારસામાં આવતા રોગો અંગે જિનેટિક (uti & rpp, pgx) ટેસ્ટ થાય છે અને આ ટેસ્ટ જીવનમાં એક જ વખત કરતો હોય છે. આ જેનિટીક ટેસ્ટ શા માટે અતિ મહત્વનો છે અને દર્દીના પ્રાયમરી ડાક્ટરને દવા આપવા દિશા નિર્દેશન માટે કેટલો જરૂરી તે સમજાવ્યું. સાથે સાથે એવી પણ જાહેરાત કરી કે ઇન્સ્યોરન્સ ન હોય તેવા જરૂરત વાળા સિનિયરને મદદ રૂપે મફત ટેસ્ટ અને રાઈડ આપવાની વ્યવસ્થા તેમની લેબ તરફથી કરી આપવામાં આવશે. બીજા તજજ્ઞ દાક્તર ઋષિ શાહીવાલા પોતાની ફીઝીકલ થેરાપીની ઓફીસ ચલાવે છે. તેઓએ સિનિયરોએ તંદુરસ્ત જીવન માટે ધ્યાનમાં રાખવાની કાળજી પર પ્રકાશ પડી તેમના લાંબા ગાળાની પ્રેકટીશમાં થયેલા અનુભવ ઉપરથી ઉદાહરણ સાથે સમજાવ્યું કે થેરાપીની ક્યારે કેટલી જરૂર હોય છે.


મધર ડે હોવાથી પ્રસંગ અનુરૂપ કિરીટભાઈ પટેલ અને કનુભાઈ પટેલે ગીતો ગાઈ બધાને આનંદ વિભોર કરી દીધા. મધર ડેનું મહત્વ સમજાવી ગ્રુપ તરફથી બધીજ મધરને સુંદર કલાત્મક વોલેટ ભેટ આપવામાં આવી. ત્યારબાદ રોમાબેન પીઠડીયા અને અરવિંદભાઈ પટેલે બિન્ગોની રમત રમાડી બધાને રમતમાં વ્યસ્ત કરી દીધા. અંતમાં પ્રવીણભાઈ ઠક્કર અને તેમની ટીમે રસોઈનું સુંદર આયોજન કરી મન ભાવન સ્વાદિષ્ટ રૂચિકર ભોજન પીરસ્યું તે ભોજન લઈ વિખરાયા.
માધુભાઈ પટેલ દ્વારા ફોટોગ્રાફી અને સમાચાર.