પાટણ-ખલીપુર-કાંસા-વાયડ-શિહોરી-ભીલડી વચ્ચે પ્રતિદિન ચાલનારી રેલ સેવાનો આજથી પાટણના રેલવે સ્ટેશનથી કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો.


આ અવસરે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, પાટણ ભાજપા જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, શહેર ભાજપાના પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેશ્વરી ,નગરપાલિકા પ્રમુખ શ્રી સ્મિતાબેન પટેલ હાજર રહ્યા.


પાટણ જીલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારી ,આર.એ.સી અને ડી.ડી.ઓ શ્રી સહિત વેસ્ટર્ન રેલવેના ડી.આર.એમ., સિનિ.ડી.સી.એમ. દ્વારા જરૂરી વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું.