Breaking News

Gujarat Assembly Election 2022 Second Phase voting : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાનું સરેરાશ 60.94 ટકા મતદાન થયું. જો તેની તુલના 2017ની વિધાનસભા ચૂંટણી સાથે કરીએ તો, આ વખતે 9.83 ટકા ઓછુ મતદાન નોંધાયું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજા તબક્કાનું મતદાન – 2017ની તુલનામાં ક્યાં કેટલું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કાના મતદાનમાં પણ મતદારોનો મતદાનમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળ્યો, ગત 2017ની વિધાનસભા ચૂ્ંટણી કરતા આ વખતે 9.83 ટકા મતદાન ઓછુ થયું છે. વર્ષ 2017માં બીજા તબક્કામાં 70.77 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 60.94 ટકા મતદાન થયું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં સોમવારે (5 ડિસેમ્બર) બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. આ તમામનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ 182 બેઠકો માટ મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે, જેમાં કોને કેટલી બેઠકો મળી તે જાહેર થઈ જશે.

બનાસકાંઠા
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
7વાવ81.2265.09-16.13
8થરાદ86.1578.02-8.13
9ધાનેરા75.8169.8-6.01
10દાંતા74.4364.14-10.29
11વડગામ72.1260.17-11.95
12પાલનપુર70.1159.61-10.5
13ડિસા71.7461.7-10.04
14દિયોદર77.3874.02-3.36
15કાંકરેજ76.0761.33-14.74
કુલ સરેરાશ75.9265.65-10.27
પાટણ
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
16રાધનપુર68.6463.98-4.66
17ચાણસ્મા68.8962.05-6.84
18પાટણ70.2658.25-12.01
19સિધ્ધપુર70.9863.1-7.88
કુલ સરેરાશ69.6761.8-7.87
મહેસાણા
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
20ખેરાલુ72.1657.8-14.36
21ઊંઝા71.8661.54-10.32
22વિસનગર74.9669.07-5.89
23બેેચરાજી70.6761-9.67
24કડી74.8663.7-11.16
25મહેસાણા71.0750.68-20.39
26વિજાપુર72.2968-4.29
કુલ સરેરાશ72.5561.4-11.15
સાબરકાંઠા
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
27હિંમતનગર77.3770.89-6.48
28ઇડર75.9270.85-5.07
29ખેેડબ્રહ્મા76.1871.73-4.45
33પ્રાંતિજ74.9470.08-4.86
કુલ સરેરાશ76.1270.9-5.22
અરવલ્લી
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
30ભિલોડા69.4655.9-13.56
31મોડાસા71.1765.66-5.51
32બાયડ70.8870.02-0.86
કુલ સરેરાશ70.4463.25-7.19
ગાંધીનગર
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
34દહેગામ72.7268.6-4.12
35ગાંધીનગર દક્ષિણ70.7762.2-8.57
36ગાંધીનગર ઉત્તર69.158.74-10.36
37માણસા76.3170.44-5.87
38કલોલ73.5169.55-3.96
કુલ સરેરાશ72.365.41-6.89
અમદાવાદ
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
39વિરમગામ68.1663.95-4.21
40સાણંદ75.6958.33-17.36
41ઘાટલોડિયા68.7159.62-9.09
42વેજલપુર67.4750.23-17.24
43વટવા68.0952.54-15.55
44એલિસબ્રિજ63.9353.54-10.39
45નારણપુરા66.556.53-9.97
46નિકોલ67.2558-9.25
47નરોડા62.5445.25-17.29
48ઠક્કરબાપા નગર66.2249.36-16.86
49બાપુનગર64.8154.96-9.85
50અમરાઇવાડી64.0149.68-14.33
51દરિયાપુર65.1647.14-18.02
52જમાલપુર ખાડિયા65.3158.29-7.02
53મણીનગર64.8855.35-9.53
54દાણીલીમડા67.6355.39-12.24
55સાબરમતી65.9149.16-16.75
56અસારવા65.5845.4-20.18
57દસ્ક્રોઇ71.9164.44-7.47
58ધોળકા69.8366.57-3.26
59ધંધુકા57.4559.922.47
કુલ સરેરાશ66.6955.21-11.48
આણંદ
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
108ખંભાત69.5958.42-11.17
109બોરસદ70.2769.24-1.03
110આંકલાવ76.0468.44-7.6
111ઉમરેઠ71.6367.25-4.38
112આણંદ68.8661.1-7.76
113પેટલાદ72.7670.83-1.93
114સોજીત્રા75.1858.77-16.41
કુલ સરેરાશ71.8264.86-6.96
ખેડા
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
115માતર75.1169.11-6
116નડિયાદ67.4459.01-8.43
117મહેેમદાબાદ75.7764.86-10.91
118મહુધા69.7761.14-8.63
119ઠાસરા70.9170.5-0.41
120કપડવંજ73.2964.8-8.49
કુલ સરેરાશ7264.89-7.11
મહિસાગર
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
121બાલાસિનોર66.2749.79-16.48
122લુણાવાડા67.3360.6-6.73
123સંતરામપુર6752-15
કુલ સરેરાશ66.8654.26-12.6
પંચમહાલ
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
124શહેરા72.4164.77-7.64
125મોરવા હડફ63.1456.1-7.04
126ગોધરા70.9763.65-7.32
127કાલોલ72.4763.5-8.97
128હાલોલ74.4461.32-13.12
કુલ સરેરાશ70.9662.03-8.93
દાહોદ
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
129ફતેહપુરા61.9253-8.92
130ઝાલોદ67.8254.54-13.28
131લીમખેડા74.7866.55-8.23
132દાહોદ65.0756.45-8.62
133ગરબડા54.3650.15-4.21
134દેવગઢબારીયા78.8460.48-18.36
કુલ સરેરાશ66.8456.51-10.33
વડોદરા
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
135સાવલી77.4371.92-5.51
136વાઘોડિયા76.9467.71-9.23
140ડભોઇ79.7471.22-8.52
141વડોદરા શહેર68.3358.9-9.43
142સયાજીગંજ67.7458.12-9.62
143અકોટા67.5159.26-8.25
144રાવપુરા66.9157.69-9.22
145માંજલપુર68.9958.5-10.49
146પાદરા80.7471.29-9.45
147કરજણ77.3170.2-7.11
કુલ સરેરાશ72.5863.81-8.77
છોટા ઉદેપુર
બેઠક ક્રમાંકબેઠક20172022તફાવત
137છોટાઉદેપુર67.6256.67-10.95
138જેતપુર69.3264.1-5.22
139સંખેડા72.4665.3-7.16
કુલ સરેરાશ69.8462.04-7.8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: