Breaking News

Default Placeholder

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 1 ડિસેમ્બરે અમદાવાદમાં ભવ્ય રોડ શો , અહીં ઉપલબ્ધ સંપૂર્ણ રૃટ અપાયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી : રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પીએમ નરેન્દ્ર મોદીનો 1 ડિસેમ્બરે અમદાવાદમાં ભવ્ય રોડ શો ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. મતદાનના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે 1 ડિસેમ્બરે ત્રણ જનસભા સંબોધશે અને અમદાવાદમાં રોડ શો કરશે. 1 ડિસેમ્બરનાં રોજ કાલોલમાં સવારે 10 કલાકે PM મોદી સભા સંબોધશે. આ પછી છોટાઉદેપુર અને હિંમતનગરમાં સભા સંબોધશે.

ત્રણ સભા સંબોધ્યા પછી બપોર 3 વાગ્યાની આસપાસ પીએમ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.

પીએમ નરેન્દ્ર મોદીના સંભવિત રોડ શો નો રુટ

નરોડા ગામ બેઠક -નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની- CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહઆલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર – બહેરામપુરા- ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ- સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post