Breaking News

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓરાજ્ય સરકાર અને  અમદાવાદ મહાનગર પાલિકાની બેઠક યોજાઇ*……*દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે અપાતી લોનમાં ગુજરાતમાં અમદાવાદની પ્રથમ પસંદગી* ……………*વર્લ્ડ બેન્ક દ્વારા ફાળવવામાં આવનાર લોનમાંથી વિવિધ માળખાકીય સુવિધાઓના વિસ્તરણ-નવિનીકરણ-નવ નિર્માણ અને ટેક્નોલોજી અપગ્રેડેશનના કામો હાથ ધરાશે*………………..*વર્લ્ડ બેન્કનું પ્રતિનિધિ મંડળ જુલાઇ-ર૦રર સુધીમાં લોન અંગેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેશે* ………………… *અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે ૩ હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક રીતે નિયત કરવામાં આવ્યું છે*


*દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે વિવિધ માળખાકીય સુવિધા વિકાસ કામો માટે લોન આપવામાં આવે છે*.  *તદઅનુસાર, ગુજરાતમાં અમદાવાદને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેન્ક દ્વારા આ લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે*.  *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું*. 
*શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ સુશ્રી મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર  અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરા આ બેઠકમાં સહભાગી થયા હતા*. 
*રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે*.  *અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું*.  *અમદાવાદ શહેરની આગામી ર૦પ૦ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે*.  *વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩૦૦૦ કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે. તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે*.  *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો ત્વરાએ શરૂ કરી સમયસર પૂર્ણ કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું*.  વર્લ્ડ બેન્કની ટિમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા. *વર્લ્ડ બેન્કની આ ટિમ તા.૧૩ એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમ્યાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે  આગામી જુલાઇ-ર૦રર સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાપાલિકાને આ લોન અપાશે*. __________

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post