ગુજરાતને મહત્વની ભેટ..સુઝુકી મોટર કોર્પોરેશને રવિવારે તાાઃ 28-8-2022ના રોજ ભારતમાં એક નવા સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્રની સ્થાપનાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના હાંસલપુર ખાતે કંપનીના ઇલેક્ટ્રિક વાહન બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ત્યારે પણ આ બાબતેજાહેરાત કરી હતી.
રવિવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ દરમિયાન મોદીએ હાંસલપુર ખાતે EV બેટરી યુનિટ અને હરિયાણાના ખારઘોડામાં મારુતિ સુઝુકીના આગામી ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો..
હાંસલપુર ખાતે આ સુવિધા આશરે રૂ. 7,300 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે. તે ઇલેક્ટ્રિક વાહનો માટે અદ્યતન કેમિસ્ટ્રી સેલ બેટરીનું ઉત્પાદન કરશે.
બીજી તરફ, હરિયાણાના ખારઘોડામાં વાહન ઉત્પાદન સુવિધા દર વર્ષે 10 લાખ પેસેન્જર વાહનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ એકમ વિશ્વમાં એક જ સ્થાન પર સૌથી મોટી પેસેન્જર વાહન ઉત્પાદન સુવિધાઓમાંની એક બની જશે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 11,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે.
“અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમે એક નવી કંપની સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઇન્ડિયાની સ્થાપના કરી છે. આ નવી કંપનીની સંપૂર્ણ માલિકી સુઝુકી, જાપાનની છે. અમારો હેતુ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક બજારો માટે પણ ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં અમારી R&D સ્પર્ધાત્મકતા અને ક્ષમતાઓને મજબૂત કરવાનો છે. વધુમાં, અમે વૈવિધ્યસભર માનવ સંસાધન વિકસાવવા માટે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટ-અપ્સ સાથેના અમારા સંબંધોને મજબૂત કરીશું,” સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ ટી સુઝુકીએ જણાવ્યું હતું.